શુક્રવાર, 1 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 10 નવેમ્બર 2022 (10:11 IST)

Youtube પર વીડિયો જોઈ પી લીધુ દૂધીનુ જ્યુસ ઉલ્ટી-જાડાથી યુવકની મોત

bottle gourd juice
ઈન્દોરનો એક યુવક હાથના દુખાવાથી પરેશાન હતો, તેણે યુટ્યુબ પર એક વીડિયોમાં જોયું કે દૂધીનો રસ પીવાથી દુખાવામાં આરામ મળે છે. તેણે દૂધીનો રસ કાઢી પીધો, ત્યાર બાદ તેની તબિયત બગડી અને તેનું મોત થઈ ગયું.
 
Indore : ડ્રાઈવર ધર્મેન્દ્ર કરોલેની દૂધીનો રસ પીવાથી મૃત્યુ પામ્યો. ધર્મેન્દ્રનો હાથ દુખતો હતો. ધર્મેન્દ્રએ યુટ્યુબ પર વીડિયો જોયો. તે પોતે જ જંગલમાંથી દૂધી લાવ્યો હતો. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. દૂધી ઝેરી હોવાની આશંકા છે.
 
વિજયનગર પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ ધર્મેન્દ્ર પુત્ર નાનુરામ કરોલે છે. મૂળ ખંડવાના રહેવાસી ધર્મેન્દ્ર કેટલાક વર્ષોથી સ્વર્ણબાગ કોલોનીમાં રહેતા હતા. તેને બે બાળકો છે.