ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 8 નવેમ્બર 2022 (16:18 IST)

યુવક નશામાં ધુત કાર સ્ટંટમાં મોતનો Video

કાર સ્ટંટમાં મોતનો- આજકાલ લોકો સોશિયલ મીડિયાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં નાખીને વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. આવુ જ એક બનાવ દિલ્હીથી સામે આવ્યુ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક નશામાં ધુત કારનો સ્ટંટ કરી રહ્યો છે જેમાં 3 લોકો કચડાયા અને એક ના મોત થઈ ગઈ આ વીડિયો વાયરલ થઈ ગયુ છે. આવા સ્ટંટના કારણે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે. જુઓ વીડિયોમાં 
 
દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં નશામાં ધૂત વાહનમાં સ્ટંટ કરવું એક યુવક માટે જીવલેણ સાબિત થયું. સ્ટંટના કારણે એક વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ગુરુગ્રામ પોલીસે સ્ટંટ કરનારા 7 છોકરાઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં દેખાતી આ કાર વાસ્તવમાં નશામાં ધૂત સ્ટંટનો રોમાંચ છે.