બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2024 (18:51 IST)

Inflation hit છુટક મોંઘવારી છેલ્લા 14 મહિનાની ટોચે પહોંચી

નૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ (એનએસઓ) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતમાં ઑક્ટોબરમાં છુટક મોંઘવારીનો દર છેલ્લા 14 મહિનાની ટોચે પહોંચીને 6.21 ટકા જેટલો નોંધાયો છે.
 
મોંઘવારીમાં થયેલા આ વધારાને કારણે ભોજન સામગ્રી જેવા કે ફળો, શાકભાજી, માસ અને માછલી તથા ખાદ્ય તેલ અને ચરબીયુક્ત આહારની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે.
 
ભોજન સામગ્રીમાં નોંધાતી મોંઘવારી કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (સીએફપીઆઈ) પર આધારિત હોય છે. તે ઑક્ટોબરમાં વધીને છેલ્લા 15 મહિનામાં સૌથી વધુ 10.87 ટકા જેટલો નોંધાયો હતો, જે સપ્ટેમ્બરમાં 
 
9.24 ટકા અને ગત વર્ષના આ સમયગાળામાં 6.61 ટકા હતો.
એનએસઓ દ્વારા અલગથી જાહેર કરવામાં આવેલા વધુ એક ડેટા અનુસાર ભારતમાં ફેકટરીઓમાં થયેલા ઉત્પાદનમાં સપ્ટેમ્બરમાં 3.1 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ ઉત્પાદનને ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ 
 
પ્રૉડક્શન (આઈઆઈપી) અથવા ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક દ્વારા માપવામાં આવે છે.