Pained beyond words on the dastardly attack on peaceful Amarnath Yatris in J&K. The attack deserves strongest condemnation from everyone.
— Narendra Modi (@narendramodi) July 10, 2017
I have spoken to the Governor and Chief Minister of J&K and assured all possible assistance required.
— Narendra Modi (@narendramodi) July 10, 2017અગાઉ જમ્મુ કાશ્મીરના અલગતાવાદી લીડરોને આવરી લેતા ટેરર ફંડિંગ કેસમાં તપાસ કરી રહેલી તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શ્રીનગરની જામિયા મસ્જિદ અને ઇસ્લામિયા સ્કૂલને નોટિસ ફટકારી છે. આ બંને સંસ્થા હુર્રિયત લીડર મીરવાઈઝ ઉંમર ફારુક સાથે સંબંધ ધરાવે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નોટિસ હાલમાં જ મોકલવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી ત્રાસવાદી ફંડિંગના સંદર્ભમાં અલગતાવાદીઓની એનઆઈએ દ્વારા આકરી પુછપરછ કરવામાં આવ્યા બાદ આ નોટિસ ફટકારવામાં આવી છે. જામિયા મસ્જિદ દરગાહ અને ઇસ્લામિયા સ્કૂલ શિક્ષણ અને ધર્મની જુની ખીણની સંસ્થાઓ છે. દરમિયાન આજે અંકુશરેખા ઉપર ઘુસણખોરીના એક પ્રયાસને સેનાએ નિષ્ફળ બન્યો હતો જેમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.
Jammu and Kashmir: Injured #AmarnathYatra pilgrims admitted to a hospital in Anantnag, post terror attack. pic.twitter.com/0onFrtlJ1g
— ANI (@ANI_news) July 10, 2017
પ્રાથમિક માહિતી મુજબ, GJ09z9976 નંબરની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો તે બસ સાબરકાંઠા જિલ્લાના તલોદની હોવાનું સામે આવ્યું છે. પરંતુ સૂત્રો અનુસાર, વલસાડની ઓમ ટ્રાવેલ્સ બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો થયાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.
કેવી રીતે થયો હુમલો?
માહિતી અનુસાર આ હુમલામાં આતંકવાદીઓ બાઈક પર આવ્યા હતા અને બસ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, આતંકવાદીઓએ રાત્રીના 8.20 વાગ્યે એક બસ પર ફાયરિંગ કર્યું હતું. આ બસ યાત્રાળુઓને બાલટાલથી મીર બજાર લઇ જઇ રહી હતી. આ હુમલામાં યાત્રિકોની બસને ટાર્ગેટ કરવામાં આવી હતી. જ્યારે બસ બાલતાલથી મીર બજાર તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકીઓએ અલગ-અલગ ત્રણ સ્થળો પર આતંકી હુમલો કર્યો છે. જેમાં યાત્રિકોની બસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અમરનાથ યાત્રાની શરૂઆતની પ્રથમ ટીમ અમરનાથ યાત્રા પર છે. ત્યારે આ આતંકી હુમલો થયો