શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 15 ફેબ્રુઆરી 2025 (18:04 IST)

દિલ્હી મેટ્રોના જામા મસ્જિદ રેલવે સ્ટેશન પર યુવકો દ્વારા હંગામો

delhi metro
delhi metro
:દિલ્હી મેટ્રોના જામા મસ્જિદ રેલ્વે સ્ટેશન પર યુવાનોએ હંગામો કરીને  AFC ગેટ કૂદી જવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, ઘણા યુવાનો એક પછી એક AFC (ઓટોમેટિક ફેર કલેક્શન) ગેટ પરથી કૂદતા જોઈ શકાય છે. સાથે જ  કેટલાક યુવાનો આ પ્રસંગે વીડિયો પણ બનાવી રહ્યા છે. વીડિયો વાયરલ થયા પછી અને સોશિયલ મીડિયા યુઝર્સે પ્રશ્નો ઉઠાવ્યા પછી, DMRC એ સ્પષ્ટતા જારી કરી. ડીએમઆરસીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ફક્ત થોડા સમય માટે જ રહી અને પરિસ્થિતિ ક્યારેય નિયંત્રણની બહાર ગઈ નહીં.
 
DMRC એ આખા મામલા પર નિવેદન રજુ કર્યુ \

વીડિયોના વાયરલ થયા બાદ DMRC ના કોર્પોરેટ કમ્યુનિકેશંસના પ્રિસિપલ એક્ઝેક્યુટિવ ડાયરેક્ટર અનુજ દયાલએ એક નિવેદન રજુ કરી કહ્યુ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક વીડિયોના સંદર્ભમાં જેમા કેટલાક મુસાફરો AFC ગેટને તોડીને બહાર નીકળી રહ્યા છે. DMRC આ સૂચિત કરવા માંગે છે કે આ ઘટના 13 ફેબ્રુઆરી 2025ની સાંજે વાયલેટ લાઈન પર જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનની છે.  કેટલાક મુસાફરો દ્વારા AFC ગેટને ઓળંગીને બહાર નીકળવા દરમિયાન થોડા સમયના માટે મુસાફરોની અસ્થાઈ ભીડ ઉમડી પડી હતી.  
 
સ્થિતિ ક્યારેય પણ નિયંત્રણમાંથી બહાર નથી 
અનુજ દયાલે પોતાના નિવેદનમાં કહ્યુ, આવા મુસાફરોને સલાહ આપવા માટે સુરક્ષાકર્મી અને અન્ય કર્મચારી પર્યાપ્ત રૂપથી હાજર હતા અને સ્થિતિ ક્યારેય પણ નિયંત્રણમાંથી બહાર નથી થઈ.  તેના બદલે, AFC ગેટ પર અચાનક ભીડ થવાને કારણે કેટલાક મુસાફરોની તે ક્ષણિક પ્રતિક્રિયા હતી. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી, ઘણા યુઝર્સે સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. વીડિયોમાં, મોટી સંખ્યામાં યુવાનો એક પછી એક AFC ગેટ પાર કરતા જોવા મળ્યા. જોકે, મેટ્રોએ આ બાબતે સ્પષ્ટતા આપીને લોકોના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.