સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 21 જુલાઈ 2021 (18:22 IST)

જમ્મૂ કશ્મીર- પ્રદેશની દીકરીઓને મળી મોટી રાહત, બહારના રાજ્યોમાં લગ્ન પર પતિ પણ હશે ડોમિસાઈલના હક્કદાર

ઉપરાજ્યપાલ પ્રશાસનએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા જમ્મૂ કશ્મીર ડોમિસાઈલ પ્રમાણપત્ર ધારકથી લગ્ન કરતી મહિલા કે પુરૂષને ડોમિસાઈલના પાત્ર માની લીધુ છે. સામાન્ય પ્રશાસન વિભાગે નવા નિયમની એક 
જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત, રાજ્યમાં કોઈ મહિલા અથવા બીજા રાજ્યના પુરુષ, જો તેણીએ રાજ્યમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ ધારક સાથે લગ્ન કરે છે તો તે ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવીને સરકારી નોકરી મેળવાના પાત્ર રહેશે.
 
તેનાથી પહેલાની વ્યવસ્થામાં માત્ર 15 વર્ષ સુધી જમ્મૂ કશ્મીર રહેતા, નક્કી સમય સુધી પ્રદેશમાં સેવાઓ આપવા અને વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત નિયમો હેઠણ જ ડોમિસાઈલ પ્રમાણપત્રની જોગવાઈ હતી. મંગળવારે, સામાન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને ડોમિસાઇલ સર્ટિફિકેટ નિયમોમાં સાતમી કલમ જોડાયા છે. જાહેરનામાના મુજબ ભારતીય બંધારણની કલમ 309 નો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીર સિવિલ સર્વિસીસ (વિકેન્દ્રિયકરણ અને ભરતી) અધિનિયમ 2010 ની કલમ 15 હેઠળ આપેલ નિયમો હેઠળ સાતમી કલમ જોડવામાં આવી છે. 

મહિલાઓ માટે આવતી હતી મુશ્કેલીઓ 
અનુચ્છેદ 370 અને 35 એ હટાવ્યા પછી આ બાબતોમાં મુશ્કેલી આવી રહી હતી. જેમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર ધારકથી લગ્ન કરતા પર પણ ડોમિસાઈલ મથી મળી રહ્યો હતો. બીજા રાજ્યોની જે મહિલાઓ લગ્ન કર્યા પછી જમ્મૂ કશ્મીરમાં રહે છે તેના માટે સ્પષ્ટ નિયમ નથી હતી. કારણકે સામન્ય બાબતોમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર મેળવવા 15 વર્ષ સુધી જમ્મૂ કશ્મીરમાં રહેવુ ફરજિયાત છે. તે સિવાય સરકારી કર્મચારી અને તેમના બાળકો માટે જોગવાઈ છે. કલમ 35 A, જમ્મુ-કાશ્મીરની નાગરિકતા નક્કી કરવા માટે વપરાય છે. ભારતીય બંધારણ જમ્મુ-કાશ્મીરની કલમ 35-એ ધારાસભાને તેના નાગરિકોની વ્યાખ્યા આપવાનો અધિકાર આપ્યો. આ હેઠળ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને રોજગાર અને સંપત્તિ વિશેષ અધિકાર હતા. આવી સ્ત્રીઓ માટે સૌથી વધુ મુશ્કેલી આવતા હતા, જેમણે બીજા રાજ્યોમાં લગ્ન કર્યા હતા. તે મહિલાઓના બાળકોને જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ કે નોકરીના અધિકાર મળ્યા નથી. કલમ 370 ની સાથે સાથે આર્ટિકલ-35-એ પણ નાબૂદ કરવામાં આવી હતી.પરંતુ ઘણી વિસંગતતાઓ હજી પણ ચાલુ છે.