શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (11:48 IST)

કેદારનાથ યાત્રા રોકાઈ 3300 શ્રદ્ધાળુઓનુ રેસ્ક્યુ... ઉતરાખંડમાં અત્યાર સુધી 14 લોકોની મોત

દિલ્હી એનસીઆરના સિવાય પર્વતો પર પણ વરસાદની ઘણી સમસ્યાઓનો સામનો કરવુ પડી રહ્યુ છે. ઉત્તરાખંડમાં ગુરુઉવારે ભારે વરસાદના કારણે અત્યાર સુધી 14 લોકોની મોત થઈ ગઈ છે જેમં એક જ પરિવારના ત્રણ લોકો પણ શામેલ છે. 
 
સતત વરસાદને કારણે આ પહાડી રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
કેદારનાથ યાત્રાના રૂટ પરથી 3300 શ્રદ્ધાળુઓને બચાવ્યા
કેદારનાથ યાત્રાના રૂટ પરથી 3300 શ્રદ્ધાળુઓને બચાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 700 શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવાયા છે. આ સાથે 5000 જેટલા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. પીએમઓએ પણ મદદ મોકલી છે. એરફોર્સના ચિનૂક અને MI 17ને બચાવ માટે મોકલવામાં આવ્યા છે. એટીએફની મદદ માટે ત્રણ ટેન્કર પણ મોકલવામાં આવ્યા છે.
 
સહસ્ત્રધારામાં બે લોકો ડૂબી ગયા
અધિકારીઓએ જણાવ્યું કે બુધવાર સાંજથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે - દેહરાદૂનમાં ચાર, હરિદ્વારમાં છ, ટિહરીમાં ત્રણ અને ચમોલીમાં એક. દહેરાદૂન વરિષ્ઠ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અજય સિંહે જણાવ્યું કે બુધવારે રાત્રે રાયપુર વિસ્તારમાં બે લોકો નહેરમાં ડૂબી ગયા. તેમણે કહ્યું કે મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોની ઓળખ સુંદર સિંહ અને અર્જુન સિંહ રાણા તરીકે થઈ છે. દેહરાદૂનમાં અન્ય એક ઘટનામાં ગુરુવારે સહસ્ત્રધારા પાર્કિંગ પાસે નદીમાં નહાતી વખતે બે લોકો ધોવાઈ ગયા હતા.રૂડકીમાં મકાન ધરાશાયી થવાથી ચાર લોકોના મોત થયા છે