શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 18 ઑગસ્ટ 2018 (12:41 IST)

કેરલમાં 100 વર્ષમાં સૌથી ભયાનક પૂર, તસ્વીરોમાં જુઓ કેરલનો જલપ્રલય

કેરલમાં આવેલ જલ મહાપ્રલયથી લાખો લોકો પ્રભાવિત થયા છે. દક્ષિણ ભારતનો આ તટવર્તી રાજ્ય 100 વર્ષના સૌથી ભયંકર પૂરમાં ડૂબ્યો છે. 
પ્રધાનમંત્રી મોદીએ પણ હવાઈ સર્વેક્ષણ કરી જળપ્રલયથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી.  મોદી સાથે કેરલના સીએમ પીનરઈ વિજયન અને અન્ય અધિકારી પણ હાજર હતા. 
8 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 325 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં મુશળધાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે અને શહેરો તેમજ ગામડાઓમાં અને ખેતરોમાં નદીઓનાં પાણી ફરી વળ્યા છે. રાજ્યનાં 2,23,139થી વધુ લોકો ઘરબાર વિનાના થઈ ગયા છે અને 1567 રાહત કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે. જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યનાં 80 ટકા વિસ્તારોમાં વીજળીનાં થાંભલા પડી જવાથી વીજળી પુરવઠો ખોરવાયો છે અને અનેક ગામો અને શહેરોમાં અંધારપટ છવાયો છે. પૂરનાં પાણી ચોમેર ફરી વળતા તેમજ રસ્તા તૂટી જતાં અનેક ગામ અને શહેરો સંપર્ક વિહોણા થઈ ગયા છે. કોચી એરપોર્ટ 26 ઓગસ્ટ સુધી બંધ કરાયું છે.
 
જો કે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પૂર પ્રભાવિત વિસ્તાર માટે 2 હજાર કરોડ રૂપિયાની મદદ રાશિની માંગ કરી છે. 
 
ભગવાનનો પોતાનો દેશ કહેવાતા કેરલ જલપ્રલયની ચપેટમાં છે.  એ પણ એવો પ્રલય જેની સામે માનવી લાચાર સાબિત થઈ રહ્યો છે. 
 
 
એનડીઆરએફ અને ભારતીય વાયુસેના પણ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. 
 
આ ઉપરાંત રક્ષા મંત્રાલયે કેરલને રાહત અને બચાવ કાર્ય માટે 1300 લાઈફ જેકેટ્સ 571 લાઈફબોય એક હજાર રેનકોટ 1300 ગમબૂટ 25 મોટરાઈજ્ડ વોટ નવ નોન મોટરાઈજ્ડ બોટ 1500 ફુડ પેકેટ અને 1200 રેડી ટૂ ઈટ મીલ ઉપલબ્ધ કર્યા છે. 
 
સરકારી ટેલીકોમ કંપની BSNL અને રિલાયંસ જિયોએ પૂર પ્રભાવિત કેરલને પોતાના ગ્રાહકોને ફ્રી કોલિંગની સુવિદ્યા આપી છે.  ભારતીય એયરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યુલરે પોતાના પ્રીપેડ ગ્રાહકોને સીમિત સંખ્યામાં મફત કોલિંગ સુવિદ્યા આપી છે. 
 
અનેક રસ્તાઓ પર માટી હટાવવાનુ કાર્ય ચાલી રહ્યુ છે.