મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (22:08 IST)

Charanjit Singh Channi: કોણ છે ચરણજીત ચન્ની, જ બનશે પંજાબના નવા સીએમ ?

ચરણજીત સિંહ ચન્નીને પંજાબના આગામી મુખ્યમંત્રીના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. બે દિવસના મંથન અને બેઠક પછી ચરણજીત સિંહ ચન્નીનુનામ મુખ્યમંત્રી પદ માટે ફાઈનલ કરવામાં આવ્યુ છે. પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરી આ વાતની માહિતી આપી અને એક રીતે સત્તાવાર જાહેરાત કરી દીધી. એવુ માનવામાં આવી  રહ્યુ છે કે ચરણજીત સિંહ ચન્ની સોમવારે મુખ્યમંત્રી પદની શપથ લેશે. આવો જાણીએ કોણ છે ચરણજીત સિંહ ચન્ની જે બનશે પંજાબના મુખ્યમંત્રી 
 
ચરણજીત સિંહ ચન્ની ભારતીય પંજાબ રાજ્યની ચમકૌર સાહિબ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે.  છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, તેમણે આમ આદમી પાર્ટીના ચરનજીત સિંહને લગભગ 12000 મતોથી હરાવ્યા હતા. અગાઉ 2012 ની ચૂંટણીમાં તેઓ લગભગ 3600 મતોની સરસાઈથી જીત્યા હતા. ચરણજીત સિંહ ચન્ની યુથ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા રહ્યા છે અને આ સમય દરમિયાન તેઓ રાહુલ ગાંધીની નિકટ આવ્યા હતા.
 
દલિત શીખ ચેહરો 
 
ચરણજીત સિંહ ચન્ની પંજાબ કોંગ્રેસમાં દલિત નેતાઓમાંથી એક છે. તેમને ગાંધી પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌથી વધુ દલિત સિખ પંજાબમાં છે. જેમની સંખ્યા લગભગ 32% છે. રાજનીતિક વિશ્લેષકોના મતે દલિત શીખ ચહેરો હોવાથી તેઓ મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા છે. 
 
બાળપણ ઉતાર-ચઢાવથી ભર્યુ રહ્યુ 
 
2 એપ્રિલ 1972 ના રોજ ચમકૌર સાહિબ નિકત  મકરોણા કલાં ગામમાં જન્મેલા ચરણજીતે પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાંથી મેળવ્યું. તેમના પિતાનું નામ એસ. હરસા સિંહ અને માતા અજમેર કૌર છે. તેમના પિતાએ પોતાના પરિવારને આર્થિક સુરક્ષા અપાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો, જે માટે તેઓ મલેશિયા પણ જતા રહ્યા. તેમણે સખત મહેનત કરી અને છેવટે પોતાના સાહસમાં સફળ થયા. મલેશિયાથી પરત આવ્યા બાદ, ચન્નીના પિતાએ ખરડ શહેરમાં ટેન્ટ હાઉસનો વ્યવસાય શરૂ કર્યો અને ત્યાં સ્થાયી થઈ ગયા.
 
કોલેજના સમયમાં ચન્ની પોતાના પિતાના ટેન્ટ હાઉસમાં તેમની મદદ કરતા હતા. ત્યારબાદ જ્યારે તેમણે ગ્રેજ્યુએશન કર્યુ તો તેમણે ઘનૌલીમાં એક પેટ્રોલ પંપ ખોલ્યો.  ખરડ નગરપાલિકામાં કાઉન્સિલરની ચૂંટણી લડીને ચન્નીએ પોતાની રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી અને મોટા માર્જિનથી જીત્યા હતા. તત્કાલીન મંત્રી હરનેક સિંહ ઘંડૂઆએ કોઈ અન્યને નગર પરિષદના પ્રમુખ બનાવ્યા, પણ પાંચ વર્ષ પછી ચન્ની પ્રમુખ બન્યા. તેઓ બે વખત નગર પરિષદના અધ્યક્ષ રહ્યા. આ પછી ચન્નીએ ચમકૌર સાહિબ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનું મન બનાવ્યું અને કોંગ્રેસ તરફથી ટિકિટનો દાવો કર્યો પણ તેમને ટિકિટ મળી નહીં.
 
અપક્ષ ચરણજીત સિંહ ચન્નીએ ચમકૌર સાહિબ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતીને પોતાની જાતને સાબિત કરી હતી. ત્યારબાદ તેઓ અકાલી દળમાં જોડાયા, પછી પાર્ટીને અલવિદા કહીને તેઓ કોંગ્રેસી બની ગયા. આ બેઠક પરથી તેઓ ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.