1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (18:19 IST)

બાલાકોટ કેમ છે આતંકનુ ગઢ, જ્યા વાયુસેનાએ તબાહ કર્યા જૈશના ઠેકાણા

ભારતીય વાયુસેનાએ પાક અધિકૃત કાશ્મીર  (PoK)  માં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કૈપોની સાથે સાથે બાલાકોટમાં છપાયેલા પણ હુમલો કર્યો છે. બાલાકોટ, ખૈબર પખ્તૂનખ્વા  શહેરમાં સ્થિત છે.  આ ખૂબ જ સુંદર વિસ્તારમાં આતંકની ફેક્ટરી ચલાવે છે. ત્યા પણ જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા તબાહ કરવામાં આવ્યા છે.  માહિતગારોનુ કહેવુ છે કે બાલાકોટ ઘણા સમયથી આતંકી અને જિહાદી ગતિવિધિઓનુ કેન્દ્ર રહ્યુ છે. ભાગલા પછી જિયા ઉલ હકના જમાનામાં આ આતંકી ગતિવિધિઓનુ કેન્દ્ર બની ગયુ. એવુ કહેવાય છે કે આતંકવાદીઓની શરણસ્થલી થવાને કારણે આ અમેરિકાના નિશાના પર પણ છે. 
બાલાકોટ ખૈબર પખ્તુનખ્વા વિસ્તારના મનશેરા જીલ્લામાં ઈસ્લામાબાદથી લગભગ દોઢસો કિલોમીતરના અંતર પર છે. એવુ કહેવાય છે કે 2005ના ભૂકંપમાં આ બરબાદ થઈ ગયુ હતુ. આ શહેરને પાટા પર લાવવામાં સઉદીએ પણ મદદ કરી હતી.  એવુ કહેવાય છે કે આ સિંધુ ઘાટી સભ્યતાના ચાર પ્રાચીન શહેરોમાંથી એક છે. તેમા હિંદકો અને ગુજ્જરી બોલવામાં આવે છે. 
કુનહર નદીના તટ પર આવેલ આ શહેરમાં અનેક આતંકી કૈપ બતાવાયા છે. બાલાકોટ જૈશ-એ-મોહમ્મદના સૌથી જૂના ઠેકાણામાંથી એક છે. આ વિસ્તારમાં ટીનનો એક છપ્પર એક નાનકડી મસ્જિદ અને માટીના કેટલાક ઘર બનેલા છે. અહી આતંકની નર્સરી હતી. જ્યા આતંકવાદીઓને તૈયાર કરી તેમને કાશ્મીર માટે મોકલવામાં આવે છે. 
 
ભારતીય વાયુસેનાના હુમલામાં આતંકવાદી ટ્રેનર્સ, ટૉપ કમાંડર અને જિહાદી માર્યા ગયા છે. આ અભિયાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરનો બનેવી યુસૂફ અઝહર પણ બતાવાયો છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ આ માહિતી એક મીડિયા બ્રીફિંગમાં આપી. 
 
ગોખલેએ કહ્યુ કે વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ ભારતમાં અને આત્મઘાતી આતંકી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યો હતો. ફિદાયીન જિહાદીઓને આ કામ માટે પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યો હતો. આવા સમયે અમે આ કાર્યવાહી કરી.