શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (15:51 IST)

સીમા પાર વાયુસેનાની કાર્યવાહી પર બોલ્યા પીએમ મોદી - સોગંધ મુજે ઈસ મિટ્ટી કી મે દેશ નહી ઝુકને દુંગા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના ચૂરુમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ આ રેલીમાં સીમા પાર ભારતીય વાયુસેનાની મોટી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા વીર સપૂતોની માતાઓને નમન કર્યુ. તેમણે કહ્યુ કે આખા દેશમાં આજે ખુશી છે. આપણો દેશ સુરક્ષિત હાથમાં છે. પીએમ મોદીએ કહ્યુ કે સોગંધ મુજે ઈસ મિટ્ટી કી, મે દેશ નહી મિટને દૂંગા, મૈ દેશ નહી ઝુકને દૂગાં. આજે ચુરુની ધરતી પરથી હુ દેશવાસીઓને વિશ્વાસ અપાવુ છુ કે દેશ સુરક્ષિત હાથમાં છે. 
 
ઉલ્લેખનીય છે કે 2014માં પણ બીજેપી એંથમમાં પીએમ મોદી દેશ નહી મિટને દૂંગા, મે દેશ નહી મિટને દૂંગાની વાત કરી હતી. 
 
-પીએમ મોદીએ કહ્યુ કે શહીદોના પરિવાર અને પૂર્વ સૈનિકોને OROPને લાગૂ કરવાનુ વચન આપ્યુ હતુ અને તેને પૂરુ પણ કર્યુ. 35000 કરોડ રૂપિયા સૈનિક પરિવારને આયા છે. મને ખુશી છે કે રાજસ્થાનના હજારો પરિવાર સહિત દેશભરના 20 લાખથી વધુ સૈનિક પરિવારને OROPનો લાભ મળી ચુક્યો. હમ ન ભટકેંગે, ન અટકેંગે. 
 
- પીએમે ખેડૂતોને લઈને કહ્યુ કે હુ ખાસ કરીને મારા રાજસ્થાનના ખેડૂત ભાઈઓમને કહેવા માંગુ છુ કે એક કરોડથી વધુ ખેડૂતોને 2000 રૂપિયાનો પ્રથમ હપ્તો પહોંચશે. પણ રાજસ્થાન અને ચુરુના ખેડૂતોને હપ્તો ન મળ્યો અને આ માટે રાજ્યની કોંગ્રેસ સરકાર જવાબદાર છે. કારણ કે રાજસ્થાન સરકારે ખેડૂતોની યાદી કેન્દ્ર સરકારને મોકલી નથી.  મને સમજાતુ નથી કે અમારા કોંગ્રેસના મિત્રોને શુ થઈ ગયુ છે. તેઓ કેમ મોડુ કરી રહ્યા છે. પણ અમે એ યાદી લઈને જ રહીશુ અને ખેડૂતોને પૈસા આપીશુ.