મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated : શુક્રવાર, 17 મે 2019 (17:24 IST)

ICC Cricket World Cup 2019 - બીસીસીઆઈએ પાકિસ્તાન સાથે રમવાનો નિર્ણય સરકાર પર છોડ્યો !!

ICC Cricket World Cup 2019.  પાકિસ્તાન સાથે રમવાનો નિર્ણય બીસીસીઆઈએ સરકાર પર છોડ્યો છે.  આ વર્ષે મે મહિનામાં ઈગ્લેંડમાં થનારા વિશ્વકપ મેચમાં બધાની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ થનારા મેચ પર ટકી છે. પણ પુલવામાંમાં સીઆરપીએફ પર થયેલ હુમલા પછી જ દેશમાં પાકિસ્તાનની સાથે સંપૂર્ણ રીતે ક્રિકેટ સંબંધો તોડવાની માંગ ઉઠવા માંડી અને વિશ્વકપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરવા પર  જોર આપવામાં આવવા લાગ્યુ.  જેને કારણે શુક્રવારે બીસીસીઆઈ અને સીઓએ વચ્ચે વિશ્વકપમાં પાકિસ્તાન સાથે મેચ રમવાને લઈને મીટિંગ થઈ. લાંબી ચાલેલી આ મીટિગ પછી સીઓએએ પાકિસ્તાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય સરકાર પર છોડી દીધો છે.   સીઓએના પ્રમુખ વિનોદ રાયે કહ્યુ કે સરકાર જે પણ નિર્ણય લેશે બીસીસીઆઈ તેને જ માનશે.  આ મામલે કોઈપણ નિર્ણય સરકાર સાથે વાતચીત પછી જ થશે.  રાયે કહ્યુ કે વિશ્વકપમાં હાલ ત્રણ મહિનાનો સમય બચ્યો છે. અને હાલ તો આ નિર્ણય સરકાર સાથે વાતચીત પછી જ થશે.  રાયે કહ્યુ કે વિશ્વકપમાં હાલ ત્રણ મહિનાનો સમય બચ્યો છે અને હાલ તો આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આઈસીસી સામે આપણે પાકિસ્તાન સાથે સંકળાયેલી આપણી સમસ્યા બતાવીશુ. 
 
બીજી બાજુ મીટિંગમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે માર્ચમાં થનારા આઈપીએલનુ ઉદ્દઘાટન સમારંભ નહી થાય. અને આ સમારભના ખર્ચ કરવામાં આવનારા પૈસા શહીદના પરિવારને આપવામાં આવશે.  જો કે એક વાત એ પણ ઉઠી રહી છે કે જો ભારત પાકિસ્તાનનો બહિષ્કાર કરે છે તો 2023 વિશ્વકપની મેજબાનીની દાવેદારી માટે ભારતની આશાઓને પણ ઝટકો લાગી શકે છે.