1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (17:54 IST)

BCCI સર્જીકલ સ્ટ્રાઈક કરશે તો ICC Cricket World Cup માંથી પાકિસ્તાન થઈ જશે બહાર !!

તાજેતરમાં જ પુલવામામાં CRPF ના કાફલા પર થયેલ આતંકવાદી હુમલામાં ભારતના ડઝનો જવાનો શહીદ થયા પછી આ વર્ષે ઈગ્લેંડમાં થનારી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન મુકાબલાના બહિષ્કારની માંગ સતત જોર પકડતી આવી રહી છે. હવે જાણવા મળ્યુ છે કે બીસીસીઆઈએ એક ચિઠ્ઠી તૈયાર કરી છે જેમા આઈસીસીને ક્રિકેટના આ મહાકુંભમાંથી પાકિસ્તાનને બૈન કરવાની માંગ કરવામાં આવશે અને જો આવુ નહી થાય તો બીસીઆઈ એટલે કે ટીમ ઈંડિયા વર્લ્ડ કપમાં ભાગ નહી લે. 
 
ટાઈમ્સ ઓફ ઈંડિયાના સમાચાર મુજબ બોર્ડના સીઈઓ રાહુલ જૌહરીએ આ પત્રનુ માળખુ તૈયાર કરી લીધુ છે અને તેને બોર્ડને ચલાવી રહેલ સીઓએના ચીફ વિનોદ રાયની મંજૂરી પણ મળી ચુકી છે. તેને ગુરૂવારે આઈસીસીના ચેયરમેન શશાંક મનોહરને મોકલી શકાય છે. પણ તે પહેલા કાયદાકીય સલાહ લેવામાં આવશે. 
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ વર્લ્ડ કપનો મુકાબલો રમાશે.  આ ટૂર્નામેંટમાં કુલ 10 ટીમો ભાગ લેશે. 
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી વિશ્વકપમાં થનારી મેચના બહિષ્કારની માંગ વચ્ચે મૈનચેસ્ટરમાં 16 જૂનના રોજ થનારી આ મેચનો જલવો પ્રશંસકોના વચ્ચે કાયમ છે. ઓલ્ડ ટ્રૈફર્ડમાં 25000 દર્શકોની ક્ષમતા છતા ટિકિટો માટે 400000થી અધિક લોકોએ અરજી કરી છે.