અમદાવાદમાં બંધ પાળીને શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા ઘાતકી હુમલામામં 40 જવાનો શહીદ થઇ ગયા છે. હુમલા બાદ દેશની જનતાનું લોહી ઉકળી રહ્યું છે. ગુજરાતના આર્થિક પાટનગર અમદવાદમાં હુમલાનો વિરોધ કરી રહ્યાં છે. જવાનો પર થયેલા હુમલાના બનાવને લઇને શહેરાના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે.
રાજ્યભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઇ અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું પણ દહન કરવામાં આવ્યું. સુરતના કાપના વેપારીઓએ બંધ પાળશે તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના 3500 ટ્રકને પણ રોકવામાં આવશે. શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાલુપુરમાં આવેલી ન્યુ ક્લોથ માર્કેટ ગેટ નં. 4 પર તમામ વેપારી મહાજનો દ્વારા કેન્ડલ માર્ચ યોજીને જાહેર શોકસભાનું આયોજન કરાયું છે. ન્યુ ક્લોથ ઉપરાંત ભદ્ર પાથરણા બજાર પણ બંધ રહેશે.