શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (11:35 IST)

અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાંથી પોલીસ પુત્રોનું જુગારધામ ઝડપાયું

અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. આ ઘટનામાં પોલીસે રેડ પાડીને 8 પોલીસ પુત્રોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પોલીસ પુત્રો હોવાથી તેમના મનમાં એમ હતું કે, અહીં અમને કોઇ પકડી શકશે નહીં, પરંતુ ચોક્કસ બાતમીના આધારે પોલીસે પોલીસ હેડક્વાર્ટરમાં જ રેડ કરી હતી. તમને જણાવી દઇએ કે, શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડા પાડ્યા હતા. આ ઘટનામાં પોલીસે આઠ પોલીસ પુત્રોની ધરપકડ સાથે તેમની પાસેથી રૂપિયા 1 લાખ 65 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. તમને જણાવી દઇએ કે, ધરપકડ કરાયેલા આ પોલીસ પુત્રો અગાઉ ડીઝલ ચોરીમાં પણ ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.