મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (17:02 IST)

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

Kolkata rape case
કોલકત્તા ટ્રેની ડાક્ટરના રેપ મર્ડર બાબત પછી ચર્ચામાં આવેલા કોલકત્તાના આરજી મેડિકલ કોલેજ અને હોસ્પીટલમાં ચાલી રહી તપાસમાં CBI ને હોસ્પિટલમાં ચાલતા કૌભાંડો અને ગેરકાયદેસર પ્રવૃતિઓનો પર્દાફાશ કરતા પુરાવાઓ મળી આવ્યા છે. 
 
બંગાલી મીડિયાની રિપોર્ટ મુજબ CBI ના સૂત્રોએ જણાવ્યુ કે હોસ્પીટલના શબઘરમાં મૃતદેહો સાથે અશ્લીલ હરકતો કરવામાં આવી રહી હતી અને આ ઘટનાઓનો વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે વર્ષ 2021માં હોસ્પિટલમાંથી 60 થી 70 મૃતદેહો ગુમ થયા હતા. 
 
તપાસમા ખબર પડી કે માર્ચ્યુરીના કોલ્ડ ચેંબર્સથી લાશો કાઢીને તેની સાથે અશ્લીલ હરકત કરાતી હતી આ ઘટનાઓના વીડિયો પણ બનતા હતા. CBI ને સંજય રૉયના મોબાઈલ ફોનથી શબઘરમાં રેકાર્ડ કરેલ એવા ઘણા વીડિયો મળ્યા છે જેમાં તે બીજા લોકોની પણ લાશોની સાથે અપ્રાકૃતિક કૃત્ય કરતા જોવાઈ રહ્યા છે. આરજી મેડિકલ કોલેજના શબઘરમાં 40 થી વઘારે કોલ્ડ ચેંબર્સ છે. શકંકા છે કે તેણે રાતના સમય ખોલીને અશ્લીલ ગતિવિધિ માટે વાપરતા હતા.આ ઘટનાઓઆ ખુલાસો ત્યારે થયુ જ્યારે 9 ઓગસ્ટની ઘટના પછી સંજય રૉયને ધરપકડ કરવામાં આવી હતી. તેના ફોનમાંથી કેટલાય અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા, જેમાં મૃતદેહો સાથેની અશ્લીલતાનો પણ સમાવેશ થાય છે. એવી આશંકા છે કે આ વીડિયો વિદેશમાં પણ વેચાઈ રહ્યા છે.
 
કેટલાક કર્મચારીઓએ જણાવ્યું હતું કે સાંજે શબઘરમાં શરાબની બોટલો લાવવામાં આવી હતી અને જો કોઈ આ પ્રવૃત્તિઓ વિરુદ્ધ બોલે તો તેને બદલી અથવા ધમકી આપવામાં આવી હતી.