રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (13:26 IST)

તમિલનાડુના મદુરાઈમાં ગર્લ્સ હોસ્ટેલમાં આગ, બેના મોત, બે ઘાયલ

Fire in girls hostel in Madurai- તમિલનાડુના મદુરાઈમાં પેરિયાર બસ સ્ટેન્ડ પાસે કટ્ટરાપલયમ ખાતેની મહિલા હોસ્ટેલમાં આગ ફાટી નીકળી હતી. બે લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો દાઝી ગયા છે. આગ લાગી ત્યારે હોસ્ટેલમાં 40થી વધુ વિદ્યાર્થીનીઓ હાજર હતી.
 
મદુરાઈ જિલ્લા કલેક્ટર એમએસ સંગીતાએ જણાવ્યું હતું કે, "બે લોકોના મોત થયા છે અને અન્ય બે ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્ટેલના માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ અંગે કાર્યવાહી કરવામાં આવશે."