બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 20 જૂન 2024 (09:38 IST)

ઝેરી દારૂ! આ રાજ્યમાં 33 લોકોના મોત, 60 લોકો હોસ્પિટલમાં દાખલ, સીએમ એક્શનમાં

Tamil Nadu Kallakurichi 25 dead - તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. આરોપીઓ પાસેથી 200 લીટર ઝેરી દારૂ, જેમાં મિથેનોલ ભેળવવામાં આવ્યું હતું, મળી આવ્યું છે.
 
આ ઘટના પર દુખ વ્યક્ત કરતા તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને લખ્યું, 'કલ્લાકુરિચીમાં ભેળસેળયુક્ત દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાત અને દુ:ખી થયો. આ કેસમાં ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જો જનતા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોની માહિતી આપશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સમાજને બરબાદ કરતા આવા ગુનાઓને કડકાઈથી ડામવામાં આવશે.