રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 20 જૂન 2024 (08:46 IST)

HBD Draupadi Murmu- ભારતના 15મા રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ વિશે 12 ખાસ વાતો

ભારતના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલી દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) ના જીવનની 12 ખાસ વાતો જાણીને તમને આશ્ચર્ય થશે.
 
-  20 જૂન 1958ના રોજ જન્મેલી દ્રૌપદી મુર્મુએ 1979માં ગ્રેજ્યુએશન કર્યું હતું.
 
 - 1983 થી 1994 સુધી, તે સામાન્ય કલાર્ક અને શિક્ષક તરીકે કામ કરતી હતી.
 
 - 1997થી ભાજપ સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ તે રાયરંગપુરથી કાઉન્સિલર બની.
 
- 2000માં પહેલીવાર ભાજપની ટિકિટ પર રાયરંગપુરથી ધારાસભ્ય ચૂંટાઈ હતી. 
 
- 2002 માં, તે ઓડિશા સરકારમાં મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગમાં સ્વતંત્ર રાજ્ય મંત્રી હતી. 
 
- 2006 માં, ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના ઓડિશા રાજ્ય અધ્યક્ષ બની .
 
- 2007માં તેમને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે 'નીલકંઠ' એવોર્ડ એનાયત કરાયો હતો.
 
- 2009માં પહેલીવાર તે બીજી વખત ઓડિશા જિલ્લાના રાયરંગપુર જિલ્લાની ધારાસભ્ય બની હતી.
 
- 2009 થી 2014 ની વચ્ચે, પતિ અને બે યુવાન પુત્રો ગુમાવ્યા પછી પણ, તે સમાજ સેવા કરવાનું ચાલુ રાખ્યું.
 
- 2015 માં, ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ અને દેશના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ બની. 
 
- 2022 માં, તે ભારતના આદિવાસી સમાજના પ્રથમ પ્રમુખ બની. 
 
- દ્રૌપદીના પરિવારમાં તેની પુત્રી ઇતિશ્રી મુર્મુ અને જમાઈ ગણેશ હેમબ્રમ છે.