ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2024 (15:25 IST)

પુત્રએ 63 વર્ષના પિતા પર થોડી જ સેકન્ડમાં 20-25 મુક્કા માર્યા, દર્દનાક મોત, વીડિયો જોઈને તમારી કરોડરજ્જુમાં કંપારી આવી જશે

viral son video
Social media virakl video- સોશિયલ મીડિયા પર ફુટેજ તીવ્રતાથી વાયરલ થઈ રહ્યુ છે. જેમાં દેખાઈ રહ્યુ છે કે એક માણસ સોફા પર બેસેલા વૃદ્ધ પર એક પછી એક ઘૂસા વરસાવી રહ્યુ છે આ વીડિયો એ હચમચાવી દીધુ છે અને લોકો કહી રહ્યા છે કે શું કોઈ દીકરો આવુ વ્યવહાર પિતાની સાથે કરી શકે છે. 
 
આ સીસીટીવી ફુટેજ તમિલનાડુના પેરમ્બલપુરથી સામે આવ્યો છે. આરોપીનું નામ સંતોષ છે, જેની ઉંમર 40 વર્ષ છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, સંતોષે પ્રોપર્ટીના વિવાદને કારણે તેના 63 વર્ષના 
 
બિઝનેસમેન પિતાને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાના થોડા દિવસ બાદ જ વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી 
 
હતી અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ સીસીટીવી ફૂટેજ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.
 
ડરામણા વીડિયોમાં પુત્રનો નિર્દય ચહેરો દેખાય છે
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ સોફા પર બેઠો છે અને અચાનક તેનો દીકરો આવે છે અને કંઈ બોલ્યા વગર તેને મુક્કો મારે છે. તે એટલી ઝડપથી મુક્કા મારે છે કે તે માત્ર 15 સેકન્ડમાં 20 થી 25 મુક્કા મારી દે છે. આ પછી, જ્યારે તેના હાથ થાકી જાય છે, ત્યારે તે તેના પિતાના ચહેરા પર લાત મારે છે અને પેટમાં પણ લાત મારે છે. જ્યારે તે આનાથી પણ સંતુષ્ટ નથી થતો ત્યારે તે થોડીવાર રાહ જુએ છે અને ફરીથી મારવા માટે આગળ વધે છે, પરંતુ તે દરમિયાન કોઈ અન્ય વ્યક્તિ આવીને તેને પકડીને લઈ જાય છે. બીજી તરફ એવું જોવા મળે છે કે વૃદ્ધા પાસે કોઈ આવતું નથી અને વૃદ્ધા શ્વાસ લેતાં સોફા પર નીચે પડી જાય છે. આ ઘટનાના થોડા દિવસો બાદ જ તેમનું અવસાન થયું.