ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 29 એપ્રિલ 2024 (11:38 IST)

દિલ્હીમાં રોડ અકસ્માતમાં સબ ઈન્સ્પેક્ટરનું મોત, પ્રગતિ મેદાન ટનલ સાથે શું છે કનેક્શન?

પ્રગતિ મેદાન ટનલમાં બાઇક સ્લીપ, સબ ઇન્સ્પેક્ટરનું મોત
રવિવારે થયો અકસ્માત, લેડી હાર્ડિંજ હોસ્પિટલમાં મૃત્યુ
બાઇક પાણીમાંથી લપસી જવાની આશંકા છે.
 
પ્રગતિ મેદાન ટનલમાં બાઈક પર જઈ રહેલા સબ ઈન્સ્પેક્ટરના માર્ગ અકસ્માતમાં મોતના સમાચાર છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત રવિવારે થયો હતો. 
 
પોલીસના જણાવ્યા અનુસાર સબ ઈન્સ્પેક્ટર એન.કે. પવિત્રનનું બાઇક સુરંગમાં સ્લીપ થયું હતું જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક લેડી હાર્ડિન્જ હોસ્પિટલમાં લઈ  જવામાં આવ્યો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ટનલમાં પાણી હોવાથી બાઇક સ્લીપ થવાની સંભાવના છે. પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે.પૂર્વ જિલ્લાની ક્રાઈમ ટીમનો ભાગ હતો
 
સબ ઈન્સ્પેક્ટર એનકે પવિત્રન આઈપી એક્સટેન્શન વિસ્તારના રહેવાસી હતા અને પૂર્વ જિલ્લાની ક્રાઈમ ટીમના સભ્ય હતા. રવિવારે પ્રગતિ મેદાન ટનલમાં તેની બાઇક સ્લીપ થવાની માહિતી મળી હતી. એનકે પવિત્રન કેરળના છે અને તેમના પરિવારને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.