શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2024 (18:10 IST)

તમિલનાડુના શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, પાંચ મહિલાઓ સહિત 8 લોકોના કરુણ મોત.

Explosion in firecracker factory
Tamilnadu news- તમિલનાડુના શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાંચ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગેલી છે. હાલમાં ફટાકડાના કારખાનામાં લાગેલી આગને ઓલવવામાં આવી રહી છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
 
તમને જણાવી દઈએ કે વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં એક નિર્જન સ્થળે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. રોજની જેમ ગુરુવારે પણ કારખાનામાં ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી. કામદારો કામમાં વ્યસ્ત હતા. દરમિયાન અચાનક ફેક્ટરીમાં રાખેલ ફટાકડામાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાની સાથે જ ફેક્ટરીની અંદર ચીસો પડી ગઈ હતી. ફેક્ટરીની બહાર ઉભેલા લોકોએ તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરી.