સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 5 ઑગસ્ટ 2023 (08:33 IST)

Kulgam Encounter - જમ્મુ-કાશ્મીરનાં કુલગામમાં એનકાઉન્ટર, સેનાના ત્રણ જવાન શહિદ, સર્ચ ઓપરેશન ચાલુ

Kulgam Encounter
Kulgam Encounter
Kulgam Encounter : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. સેનાની વધારાની ટુકડી સ્થળ પર મોકલવામાં આવી છે. સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

 
કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
 
એન્કાઉન્ટરમાં ઘાયલ જવાનોનું સારવાર દરમિયાન મોત થયું હતું
તેમણે કહ્યું કે આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ દરમિયાન સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.