પૈસા માટે પોર્ન સાઈટ પર પતિએ લાઈવ કર્યો બેડરૂમનો VIDEO
હૈદરાબાદમાં પતિ-પત્નીના સંબંધોને શર્મશાર કરનારો એક મામલો સામે આવ્યો છે. અહી એક સોફ્ટવેયર એંજિનિયર પતિએ થોડા રૂપિયાની લાલચમાં પોતાની પત્ની સાથે યૌન સંબંધ બનાવવાનો વીડિયો પોર્ન વેબસાઈટ પર લાઈવ ચલાવી દીધો. હૈદરાબાદ પોલીસની ક્રાઈમ બ્રાંચે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
પોલીસ મુજબ નવેમ્બર 2016માં પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ તેમનો પર્સનલ વીડિયો પોર્ન વેબસાઈટ પર ચલાવી રહ્યુ છે. જ્યાર પછી પોલીસે આઈપી એડ્રેસને ટ્રેસ કરીને કેરલ નિવાસી એક યુવક સુધી પહોંચી. યુવકની પૂછપરછ અને મામલાની શોધખોળ કરતા પોલીસ છેવટે પીડિતાના પતિ સુધી પહોંચી.
પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનાહ કબૂલ કરી લીધો. તેણે પોલીસને જણાવ્યુ કે જલ્દી પૈસા કમાવવાના ચક્કરમાં તેણે પોતાની સેક્સ ક્લિપને પોર્ન વેબસાઈટને વેચી દીધી હતી. પોલીસે જણાવ્યુ તાપસમાં જાણ થઈ છે કે આ વીડિયો એક ફેમસ પોર્ન વેબસાઈટ પર એક વ્યક્તિના બેડરૂમથી લાઈવ સ્ટ્રીમ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપી પતિએ ખુદ પોતાની પત્ની સાથે અતરંગ ક્ષણોનો વીડિયો પોર્ન વેબસાઈટ પર લાઈવ કર્યો હતો. વ્યવસાયે એંજિનિયર પીડિતાનુ માનીએ તો તેને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેનો પતિ થોડા રૂપિયા માટે આ પ્રકારની હરકત કરી શકે છે. એસીપી એસ્ જયરામે જણાવ્યુ કે આરોપીની પત્નીએ પોલીસને તેમના નામોનો ઉલ્લેખ ન કરવાની અપીલ કરી છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.