સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (10:51 IST)

પોલીસે યુવા હુંકાર રેલીની મંજુરી આપી નહી, જિગ્નેશ મેવાણી રેલી કરવા પર જીદે ચઢ્યા

દલિત નેતા અને ગુજરાતમાંથી પ્રથમવાર ધારાસભ્ય બનેલા જિગ્નેશ મેવાણી મંગળવારે સંસદ માર્ગથી પીએમ નિવાસ સુધી યુવા હુંકાર રેલી કરવાના છે. જો કે 26 જાન્યુઆરીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા રેલીની મંજુરી મળી નથી. પાર્લિયામેંટ સ્ટ્રીટ પર પોલીસે મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવી દીધુ છે. 
 
- પાર્લિયામેંટ સ્ટ્રીટ પર દિલ્હી પોલીસે મોટી સંખ્યામાં પોલીસદળ ગોઠવ્યુ 
- જિગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કરી બીજેપીની પડકાર આપ્યો છે. જિગ્નેશે લખ્યુ છે કે બાંધ લે બિસ્તર બીજેપી.. રાજ અબ જાને કો હૈ,  જુલ્મ કાફી કર ચુકે, પબ્લિક બિગડ જાને કો હૈ.. 

 
- નવી દિલ્હીના ડીસીપીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે રેલીના આયોજકો સતત કોઈ અન્ય સ્થાન પર જવાની સલાહ આપી રહ્યા છે પણ તેઓ માની રહ્યા નથી. 
 
- આ રેલીમાં મેવાણીની સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈ પણ સામેલ થવાના છે. રેલી સાથે જોડાયેલ કાર્યકર્તાઓનુ કહેવુ છે કે 2 જાન્યુઆરીના રોજ આ રેલીના એલાન પછીથી જ તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ રેલીનુ એલાન કરતા જિગ્નેશે કહ્યુ હતુ કે અમે પીએમ નરેન્દ્ર મોદીને મળવા જઈશુ.