શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2023 (16:49 IST)

Madhya Pradesh Cm- મોહન યાદવ એમપીના નવા મુખ્યમંત્રી હશે

Madhya Pradesh Cm- મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી છે. આ પછી, અહીં સીએમ ચહેરાને લઈને ચર્ચા શરૂ થઈ. શિવરાજ સિંહ ચૌહાણ ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર, રાકેશ સિંહ, કૈલાશ વિજયવર્ગીયના નામ પણ સીએમ પદની રેસને લઈને ચર્ચામાં હતા. 
 
મોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ બનશે, સોમવારે વિધાનસભ્ય દળની બેઠકમાં ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા નિરીક્ષકોએ મધ્યપ્રદેશના સીએમનું નામ નક્કી કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી હતી.