શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગઢચિરૌલી. , બુધવાર, 1 મે 2019 (14:28 IST)

મહારાષ્ટ્ર - 24 કલાકમાં નક્સલીઓનો બીજો હુમલો, LED બ્લાસ્ટમાં 15 જવાન શહીદ

મહારાષ્ટ્રના ગઢચિરૌલી જીલ્લામાં નક્સલવાદીઓએ 24 કલાકમાં બીજો હુમલો કર્યો છે. નક્સલીઓના આઈઈડી બ્લાસ્ટમાં લગભગ 15 જવાનો શહીદ થવાના સમાચાર છે. ટીવી રિપોર્ટ્સ મુજબ C60 કમાંડોની યૂનિટનુ ગ્રુપ ગઢચિરૌલી જીલ્લાનાં જંગલમાંથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે ઘાત લગાવીને બેસેલા નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી દીધો. ઉલ્લેખનીય છે કે આ પહેલા નક્સલવાદીઓએ માર્ગ નિર્માણ કંપનીના 25 વાહન સળગાવી દીધા હતા. 
 
પોલીસે માહિતી આપતા જણાવ્યુ કે મંગળવારે રાત્રે લગભગ 11 વાગ્યે નક્સલીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. ઉલ્લેખનીય છે કે ગઢચિરૌલીમાં રસ્તાની રિપેયરિંગ અને નવા માર્ગ બનાવવાનુ કામ ચાલી રહ્યુ હતુ. આ માટે જેસીબી અને સીમેંટથી લદાયેલા ટ્રક ત્યા ઉભા હતા. આ ગાડીઓને નક્સલીઓએ નિશાન બનાવ્યુ. આટલુ જ નહી નક્સલીઓએ દાદાપુર વિસ્તારના તારકોલ પ્લાંટને પણ આગના હવાલે કરી દીધુ. પોલીસે જણાવ્યુ કે આ નક્સલી પ્રભાવિત વિસ્તાર છે. જ્યારે અહી માર્ગ રિપિયરિંગનુ કામ શરૂ થયુ તો કોઈ વિરોધ ન કરાયો પણ અચાનક રાત્રે નક્સલીઓએ 25 ગાડીઓ આગના હવાલે કરી દીધી. પોલીસ હવે મામલાની તપાસ કરી રહે છે.