રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 22 જૂન 2022 (13:37 IST)

Maharashtra Political Crisis LIVE: ભંગ થશે વિધાનસભા ! સાંજે 5 વાગ્યા પછી રાજીનામુ આપી શકે છે CM ઉદ્ધવ ઠાકરે ?

eknath shinde
Maharashtra Political Crisis Live News Updates in Hindi: સત્તારૂઢ શિવસેનાના બાગી નેતા  એકનાથ શિંદેએ બુધવારે દાવો કર્યો કે તેમની સાથે 40 બાગી ધારાસભ્ય અસમના ગુવાહાટી પહોંચી ચુક્યા છે. ગુવાહાટી એયરપોર્ટની બહાર પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યુ, અહી 40 ધારાસભ્ય મારી સાથે હાજ ર છે.  વધુ 10 ધારાસભ્ય જલ્દી જ મારી સાથે જોડાશે. હુ કોઈની આલોચના કરવા નથી માંગતો. તેમણે કહ્યુ અમે દિવંગત બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેનાને ચાલુ રાખવાની ઈચ્છા રાખીએ છીએ. મહારાષ્ટ્રના રાજકારણીય સંકટ સાથે જોડાયેલ દરેક ક્ષણના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. 
 
ફડણવીસના ઘરે બીજેપી ધારાસભ્ય  જવા લાગ્યા
શિવસેનાના નેતા સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા બાદ ભાજપના ધારાસભ્યોએ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘરની મુલાકાત શરૂ કરી દીધી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે થોડા સમયમાં આ ધારાસભ્યો સાથે પણ બેઠક યોજાશે.
 
વિધાનસભા ભંગ થવાની શક્યતા - સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વધુને વધુ ઘેરી રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે રાજ્યમાં વર્તમાન રાજકીય ઘટનાક્રમ વિધાનસભા ભંગ તરફ જઈ રહ્યો છે.

 
વર્તમાન સમયમાં દેશમાં સોદાબાજીની રાજનીતિ ચાલી રહી છેઃ કમલનાથ
કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું કે આજે દેશમાં સોદાની રાજનીતિ ચાલી રહી છે. તમે મધ્યપ્રદેશનું ઉદાહરણ જાણો છો. આ રાજકારણ આપણા બંધારણની વિરુદ્ધ છે અને ભવિષ્ય માટે ખતરાની બાબત છે. શિવસેનાએ પોતે નક્કી કરવાનું છે કે તેઓ તેમના ધારાસભ્યો સાથે કેવી રીતે વાત કરશે. કોંગ્રેસના ધારાસભ્યો વેચાય તેવા નથી. 

કેબિનેટ બેઠક શરૂ
મહારાષ્ટ્રમાં કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સિવાય અન્ય તમામ મંત્રીઓ બેઠકમાં સામેલ છે. ઠાકરેને કોરોના થયો છે. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
 
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક શરૂ, પાર્ટીનો દાવો - તમામ 44 ધારાસભ્યો અમારી સાથે છે
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે કહ્યું- અમારા તમામ 44 ધારાસભ્યો અમારી સાથે છે. કેટલીક જગ્યાએ ખોટા સમાચારો આવી રહ્યા છે, મારી તમને વિનંતી છે કે આવા ખોટા સમાચાર ન ફેલાવો.

 
રાજીનામું આપી શકે છે CM ઉદ્ધવ ઠાકરે 
ઝડપથી બદલાય રહેલા ઘટનાક્રમ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 5 વાગ્યા પછી રાજીનામું આપી શકે છે. આ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે સંકેત આપ્યા હતા કે વિધાનસભા ભંગ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ઠાકરેને પણ કોરોના થઈ ગયો છે.

ઠાકરેને થયો કોરોના 
દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ પહેલા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ કોરોના સંક્રમિત થયાના સમાચાર હતા. તેમની સારવાર માટે આજે મુંબઈમાં એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.