રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 2 મે 2023 (12:59 IST)

મહાત્મા ગાંધીના પૌત્રનું નિધન,કોલ્હાપુરમાં 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

arun gandhi
Mahatma Gandhi grandson Passes Away - અરુણ ગાંધીનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ ડરબનમાં થયો હતો. તેઓ મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાના પુત્ર હતા.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું હતું. તેઓ 89 વર્ષના હતા.
 
મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું મંગળવારે અવસાન થયું. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જણાવવામાં આવ્યું છે કે 89 વર્ષીય અરુણ ગાંધી લાંબા સમયથી બીમાર હતા. તુષાર ગાંધીએ જણાવ્યું છે કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે.