શુક્રવાર, 1 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :Maharashtra. , ગુરુવાર, 31 જુલાઈ 2025 (12:44 IST)

Malegaon Blast - 17 વર્ષ પહેલા કેવી રીતે થયો હતો માલેગાંવ બ્લાસ્ટ, શુ હતુ ષડયંત્ર ? જાણો દિલ દહેલાવનારી સ્ટોરી

Malegaon Blast Case
Malegaon Blast Case


મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના માલેગાવમાં વર્ષ 2008 માં થયેલા બોમ્બ બ્લાસ્ટના બહુચર્ચિત મામલા આજે વિશેષ એનઆઈએ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા બધા સાત આરોપીઓને મુક્ત કરવામા આવ્યા. કોર્ટે કહ્યુ કે પર્યાપ્ત  પુરાવાના અભાવ અને તપાસમાં ગંભીર ખામીઓને કારણે અભિયોજન આરોપોને સિદ્ધ કરી શક્યુ નહી. 
 
આ આરોપોમાં જે લોકોને મુક્ત કરવામાં આવ્યા તેમા પૂર્વ બીજેપી નેતા સાઘ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટિનેંટ કર્નલ પ્રસાદ પુરોહિત, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણી સામેલ છે વિશેષ કોર્ટે ન્યાયધીશ એ. કે. લાહોટીએ બધા આરોપીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો અને કોર્ટ પ્રાંગણમાં સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. 
 
જાણો શુ હતો આખો મામલો ?
ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર 2008 ના રોજ માલેગાવમાં રમઝાન દરમિયાન એક બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમા 6 લોકોના મોત થયા હતા અન એ 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. બોમ્બ એક એલએમએલ ફ્રીડમ સ્કુટરમાં લગાવ્યો હતો જેને ઘટના સ્થળ પર છોડવામાં આવ્યુ હતુ. તપાસ દરમિયાન જાણ થઈ કે વાહનનો રજીસ્ટર નંબર ખોટો હતો અને એંજિન ચેસિસ નંબર મટાવી દેવામાં આવ્યો હતો.  
 
પછી FSL (ફોરેંસિક સાયંસ લેબોરેટરી) ની મદદથી અસલી વાહનની ઓળખ કરવામાં આવી. જે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નામે રજીસ્ટર્ડ હતુ. તેના આધાર પર તેમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા અને પછી અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી. 
 
આ લોકોએ ગુમાવ્યો જીવ 
29 સપ્ટેમ્બર 2008ના રોજ મહારાષ્ટ્રના માલેગાવમાં ભિખુ ચોક પર રાત્રે લગભગ 9.35 વાગે એક ટુ વ્હિલર વાહન (મોટરસાઈકલ) માં વિસ્ફોટ થયો.  આ ધમાકામાં 6 લોકોનુ મોત થયુ અને 101 થી વધુ લોકો ઘાયલ થયા. મૃતકોમાં ફરહીન ઉર્ફ શગુફ્તા શેખ લિયાકત, શેખ મુશ્તાક યૂસુફ, શેખ રફીક મુસ્તફા, ઈરફાન જિયાઉલ્લાહ ખાન, સૈયદ અઝહર સૈયદ નિસાર અને હારુન શાહ મોહમ્મદ શાહ સામેલ હતા.  
 
2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં NIA કોર્ટે ચુકાદો આપ્યો | ફરિયાદ પક્ષે સાબિત કર્યું કે માલેગાંવ વિસ્ફોટ થયો હતો પરંતુ મોટરસાયકલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો તે સાબિત કરવામાં નિષ્ફળ ગયો. કોર્ટ એવા નિષ્કર્ષ પર આવી છે કે ઘાયલોની સંખ્યા 101 નહીં પરંતુ 95 હતી અને કેટલાક તબીબી પ્રમાણપત્રો સાથે છેડછાડ કરવામાં આવી હતી.
 
NIA કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, આ કેસમાં આરોપીઓ અને ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને અન્ય એક આરોપી કર્નલ પુરોહિત સામે કોઈ પુરાવા મળ્યા નથી. RDXનો કોઈ પુરાવો મળ્યો નથી.
 
તપાસમાં ભૂલ અંગે કોર્ટની ટિપ્પણી 
કોર્ટમાં ચુકાદો વાંચતી વખતે ન્યાયાધીશે કહ્યું કે, તપાસમાં ઘણી ભૂલો થઈ છે. આ સાથે, સરકારી પક્ષ સાબિત કરી શક્યો નથી કે, વિસ્ફોટ બાઇકમાં થયો હતો. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, પંચનામું યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું. માલેગાંવ વિસ્ફોટમાં એક મહત્વપૂર્ણ બાબત પ્રકાશમાં આવી છે કે, બાઇકનો ચેસીસ નંબર મળી શક્યો નથી. કોર્ટે કહ્યું છે કે, બાઇક સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની હતી કે, નહીં તે સ્પષ્ટ નથી. તપાસ એજન્સીઓએ જે પણ દાવા કર્યા છે, તે કોર્ટમાં સાબિત થઈ શક્યા નથી.