1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 12 માર્ચ 2024 (13:06 IST)

હરિયાણામાં BJP-JJP ગઠબંધન તૂટ્યું, મનોહર લાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ, લડી શકે છે લોકસભા ચૂંટણી

આજે જ નવા મુખ્યમંત્રી શપથ લેશે

- હરિયાણાની ભાજપ સરકારની કેબિનેટ આજે સામૂહિક રીતે રાજીનામું આપી શકે 
- ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન નહીં
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી 
 
 
હરિયાણાના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. મનોહરલાલ ખટ્ટરે સીએમ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.  તેમણે રાજ્યપાલને પોતાનુ રાજીનામુ સોંપ્યુ છે. એવુ કહેવાય રહ્યુ છે કે ખટ્ટરને કરનાલથી લોકસભા ચૂંટણી લડાવવાની તૈયારી ચાલી રહી છે. મુખ્યમંત્રી પદ માટે નવા નામોમાં નાયબ સૈની અને સંજય ભાટિયાનુ નામ ચર્ચામાં છે. 
 
સરકારનુ મંત્રીમંડળ આજે આપી શકે છે સામુહિક રાજીનામુ 
સમાચાર છે કે હરિયાણાની ભાજપ સરકારની કેબિનેટ આજે સામૂહિક રીતે રાજીનામું આપી શકે છે. આ પછી હરિયાણા સરકારની કેબિનેટની નવેસરથી રચના કરવામાં આવશે. જનનાયક જનતા પાર્ટીને કેબિનેટમાંથી અલગ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે.
 
એટલે કે હવે હરિયાણામાં બીજેપી અને જેજેપીનુ ગઠબંધન નહી રહે. નવા મંત્રીમંડળમાં જેજેપી સામેલ નહી થાય. 
 
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી 
આગામી લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી થઈ રહી છે. સૂત્રોનુ કહેવુ છે કે હરિયાણામાં જાટ સિવાય અન્ય કોઈ સીએમ બનશે.  હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટશે. હરિયાણામાં નવેસરથી કેબિનેટની રચના કરવામાં આવશે.