શનિવાર, 13 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : શનિવાર, 24 ફેબ્રુઆરી 2024 (13:40 IST)

AAP-કોંગ્રેસ વચ્ચે મોટી ડીલ ફાઈનલ

Congress AAP
Congress AAP
 
લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા સીટોની વહેચણી શનિવારે ફાઈનલ થઈ ગઈ. દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે. ગુજરાતની 26, હરિયાણાની 10, ગોવાની 2 અને ચંડીગઢ સીટ માટે પણ શેયરિંગ ફોર્મૂલા ફાઈનલ થઈ ગયો છે. 
 
કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક અને AAP લીડર સંદીપ પાઠકે શનિવારે જોઈંટ પ્રેસ કોંફ્રેંસમાં બતાવ્યુ કે બંને પાર્ટીઓ જુદી-જુદી ચૂંટણી લડશે. 
 
AAP અને કોંગ્રેસે કહ્યુ, કેટલી સીટો પર લડશે 
ગુજરાત (26 સીટો) કોંગ્રેસ -24, AAP -2 
 હરિયાણા (10 બેઠકો): કોંગ્રેસ- 9, AAP-1
દિલ્હી (7 બેઠકો): કોંગ્રેસ-3, AAP- 4
ગોવા (2 બેઠકો): કોંગ્રેસ- 2, AAP- ચૂંટણી નહીં લડે.
ચંદીગઢ (એક સીટ): કોંગ્રેસ ચૂંટણી લડશે, AAP નહીં લડે.
 
દિલ્હીની કઈ સીટ પરથી કોણ ચૂંટણી લડશે?
1. ઉત્તર પૂર્વ દિલ્હી- કોંગ્રેસ
2. ચાંદની ચોક- કોંગ્રેસ
3. ઉત્તર પશ્ચિમ દિલ્હી- કોંગ્રેસ
4. પૂર્વ દિલ્હી- AAP
5. નવી દિલ્હી- AAP
6. પશ્ચિમ દિલ્હી- AAP
7. દક્ષિણ દિલ્હી- AAP
 
પંજાબની બધી 13 સીટો પર કોંગ્રેસ- AAP અલગ અલગ લડશે 
 
 
પંજાબની 13 લોકસભા સીટો પર કોંગ્રેસ અને AAP વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી. AAP અને કોંગ્રેસ તમામ સીટો પર અલગ-અલગ ચૂંટણી લડશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ 10 ફેબ્રુઆરીએ પંજાબમાં આની જાહેરાત કરી હતી. તેણે 21 ફેબ્રુઆરીના રોજ કહ્યું હતું - પંજાબમાં એકલા લડવાનો નિર્ણય જીતવા માટે લેવામાં આવ્યો છે.
 
સપા સાથે કોંગ્રેસની સીટ શેયરિંગ ફિક્સ 
UP-MPની સીટો પર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઈ છે. સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 17 સીટો કોંગ્રેસ માટે છોડી દીધી છે. મધ્યપ્રદેશની 29 બેઠકોમાંથી કોંગ્રેસે ખજુરાહોની એક બેઠક સમાજવાદી પાર્ટીને આપી છે.
 
AAP એ  અસમ-ગુજરાતમાં પોતાના ઉમેદવારોની જાહેરાત કરી, TMC એ પણ માંગી સીટો 
 
AAP એ અનેકવાર આ વાત પર જોર આપ્યો કે તેઓ  I.N.D.I.A ની સાથે છે, પણ લોકસભા ચૂંટણી માટે જુદા જુદા રાજ્યોમાં સતત પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી નાખી છે.   AAP એ 8 ફેબ્રુઆરીએ અસમમાં ત્રણ સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. 
 
જાન્યુઆરીમાં તેમની ગુજરાત મુલાકાત દરમિયાન કેજરીવાલે ચૈતર વસાવાને રાજ્યની ભરૂચ લોકસભા બેઠક માટે તેમના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય પણ આ પછી આવ્યો છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી સાંસદ હતા. તેમનું નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પટેલનાં પુત્ર અને પુત્રી આ બેઠક પરથી ટિકિટ માગી રહ્યાં છે.
 
બીજી બાજુ  ટીએમસીએ આસામમાં 2 અને મેઘાલયમાં 1 સીટ માગી, જેને લઈને કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ મેઘાલયની સીટ આપવા ઇચ્છુક નથી. આસામમાં 14 અને મેઘાલયમાં બે બેઠક છે.
 
આ પહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેઓ પણ પોતાને I.N.D.I.A.નો ભાગ ગણાવે છે. જોકે તેમણે એકલા ચૂંટણી લડવાના નિર્ણય માટે કોંગ્રેસ સાથે બેઠક વહેંચણીની વાટાઘાટોની નિષ્ફળતાને ટાંકી હતી.
 
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલાંથી જ અલગ થઈ ગયા છે. તેઓ I.N.D.I.A.ના સૂત્રધાર હતા. તેમણે જ ભાજપ વિરુદ્ધ તમામ વિપક્ષી પાર્ટીઓને એક કરી હતી. જોકે તેઓ પોતે 28 જાન્યુઆરીએ NDAમાં જોડાયા હતા અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી.
 
કોંગ્રેસના નેતા જયરામ નરેશે શનિવારે કહ્યું હતું કે TMC સાથે વાતચીત ચાલી રહી છે. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું છે કે પહેલો ઉદ્દેશ BJPને હરાવવાનો છે. અમારી વચ્ચે તૂ-તૂ-મૈં-મૈં થતી રહે છે.