સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (14:04 IST)

ગુજરાતમાં I,N,D,I.A ગઠબંધન નક્કીઃ કોંગ્રેસ 24 અને AAP બે બેઠકો પર ચૂંટણી લડશે

congress and aam aadmi party
congress and aam aadmi party


ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે નહીં તે અંગે અને અટકળો ચાલી હતી. પરંતુ હવે અટકળોનો અંત આવ્યો છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં I,N,D,I ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તે નક્કી થઈ ગયું છે. આ અંગે થોડી વારમાં સત્તાવાર જાહેરાત કરવામા આવશે.

લોકસભાની ચૂંટણીને લઈને  આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ગુજરાતમાં AAP દ્વારા પહેલાથી જ ભરૂચ અને ભાવનગર સીટ પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. જેમાં ભરૂચ સીટ પરથી ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરવામા આવ્યા છે. ત્યારે કોંગ્રેસે ભરુચ અને ભાવનગરની સીટ આપને આપી છે. તેથી આ બે સીટ પર આપના ઉમેવાર ચૂંટણી લડશે જ્યારે અન્ય 24 સીટ પર કોંગ્રેસ લડશે.ભરૂચ બેઠકથી ચૂંટણી લડવા માટે અગાઉ મુમતાઝ પટેલે તૈયારી દર્શાવી હતી. જેને લઈને INDIA ગઠબંધનમાં ભરૂચ અને ભાવનગર સીટ પર રસાકસી ભરી જંગ જોવા મળ્યો હતો જો કે હવે બંને પક્ષો વચ્ચે સહમતી બની છે અને કોંગ્રેસે ભરુચ અને ભાવનગર સીટ આપને આપી છે. જ્યારે 24 પર કોંગ્રેસ લડશે.