ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :કલકત્તા. , મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (16:39 IST)

Sandeshkhali Incident: આજે બંગાલ પ્રવાસ પર જશે રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્મા, ક્ષેત્રના ડીએમ-એસપીની સાથે કરશે બેઠક

રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્મા બંગાલ ના ઉત્તર 24 પરગના જીલ્લાનાં અશાંત સંદેશખાલીમાં જમીની પરિસ્થિતિની મુલાકાત લેવા માટે સોમવારે ત્યા જશે. સંદેશખાલી વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલાઓ છેલ્લા કેટલાક દિવસોથી સત્તારૂઢ તૃણમૂળ કોંગ્રેસના ફરાર નેતા શાહજહા શેખ અને તેમના મિત્રોની ધરપકડની માંગને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. 

 
મહિલાઓએ લગાવ્યો ગંભીર આરોપ 
મહિલાઓનો આરોપ છે કે શાહજહા અને તેમના સમર્થકોએ તેમના યૌન ઉત્પીડન કર્યુ અને બળજબરીપૂર્વક જમીન પર કબજો કરી લીધો છે. આ ઘટનાને લઈને ચિંતિત મહિલા આયોગની અધ્યક્ષ સંદેશખાલીમાં પીડિત મહિલાઓ અને સ્થાનીક લોકો સાથે વાતચીત પછી ઉત્તર 24 પરગના જીલ્લાના ડીએમ અને એસપી સાથે પણ બેઠક કરશે. 
 
ત્યારબાદ મંગળવારે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક ની સાથે બેઠક કરવાની વાત છે. તેને લઈને આયોગ  તરફથી સંબંધિત અધિકારીઓને પહેલા જ સૂચના આપવામાં આવી છે.  અગાઉ, કમિશનની એક ટીમે તાજેતરમાં સંદેશખાલીની મુલાકાત લીધી હતી અને જમીનની સ્થિતિની તપાસ કર્યા બાદ પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં સ્થાનિક મહિલાઓએ તૃણમૂલ નેતાઓ પર યૌન શોષણ અને પોલીસ પર શારીરિક સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે.
 
પોલીસ પ્રશાસન પર ઘોર બેદરકારીનો આરોપ
રિપોર્ટમાં પોલીસ પ્રશાસન પર ઘોર બેદરકારીનો આરોપ લગાવાયો છે. રિપોર્ટમાં સ્થિતિને ખૂબ જ ચિંતાજનક બતાવતા કહ્યુ કે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવી તો દૂર ઉપરથી આ મામલામાં બોલવા પર મહિલાઓને ધમકી આપવા ઉપરાંત પુરૂષોની ખોટા આરોપમાં ધરપકડ કરવામાં આવી. તેની રિપોર્ટ બાદ આયોગ ની અધ્યક્ષે પોતે સંદેશખાલી જવાનો નિર્ણય કર્યો હતો.