શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 29 નવેમ્બર 2018 (14:55 IST)

મહારાષ્ટ્ર વિધાનસભામાં 16 ટકા મરાઠા અનામત બિલ પાસ, હવે વિધાન પરિષદમાં રજુ થશે

મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ એકમત સાથે પાસ થઈ ગયુ છે. હવે રોજગાર અને શિક્ષામાં મરાઠા સમુહને 16 ટકા અનામત મળી શકશે.  આ બિલ હવે પાસે થવા માટે ઉપરી સદનમાં જશે. મરાઠા સમુહને અનામત આપવા સંબંધિત બહુચર્ચિત બીલને મહારાષ્ટ્ર વિધાનસભાના પટલ પર મુકવામાં આવ્યુ હતુ 
 
મરાઠા અનામત બીલ સાથે જ રાજ્યના પછાત વર્ગ પંચ (એસબીસીસી)ની મરાઠા અનામત સાથે જોડાયેલ શંકાઓ પર ઉઠાવેલા પગલા વિશે બે પેજની કાર્યવાહી રિપોર્ટ (એટીઆર)ને પણ પટલ પર મુકવામાં આવી. આ મુદ્દે રાજસ્વ મંત્રી ચંદ્રકાંત પાટિલની અધ્યક્ષતાવાળી રાજ્ય મંત્રીમંડળની ઉપ સમિતિની બેઠક બુધવરે સાંજે થઈ. મીડિયા 
 
ઉલ્લેખનીય છે કે  છેલ્લા થોડાક દિવસોથી મરાઠા અને ઘનગર સમાજના આરક્ષણના મુદ્દા પર મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળા સત્રમાં ચર્ચા ચાલી રહી હતી. મંગળવારે સત્તા પક્ષ અને વિપક્ષ, બન્ને જણાએ એક-બીજાના શંકા-કુશંકા અને તર્ક-વિતર્કનો વરસાદ શરૂ કરી દીધો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષના મનમાં કંઇક કાળું હોવાનો આરોપ લગાવ્યો, તો વિપક્ષે સામે સરકારની નિયતમાં ખોટ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
 
ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કેસ વિપક્ષ ખોટો પ્રચાર કરી રહ્યો છે. તેમણે આરક્ષણના મુદ્દા પર રાજનીતિ કરવી છે. અમને પણ રાજનૈતિક જવાબ આપતા આવડે છે. સરકાર મરાઠા સમાજને આરક્ષણ આપશે. ગુરુવારે તેનું બિલ પાસ કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ આયોગમાં નિયમ 14 અને 15નો હવાલો આપતા કહ્યું કે, સરકાર નિયમો પ્રમાણે કામ કરી રહી છે. આ રાજ્ય પછાત વર્ગ આયોગનો 52મો રિપોર્ટ છે. છેલ્લો 51 રિપોર્ટ પણ સદનના પટલ ઉપર રાખવામાં આવ્યો નહોતો. અમે મરાઠા આરક્ષણ બિલ રજૂ કર્યા પહેલા રાજ્ય પછાત વર્ગ આયોગના રિપોર્ટ પર એટીઆર રજૂ કરશે.