ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 મે 2022 (10:54 IST)

ભારતમાં ચોમાસા ત્રણ દિવસ વહેલી શરૂઆત, ગુજરાતમાં ક્યારે વરસાદ?

ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં ચોમાસું તેના સમય કરતાં ત્રણ દિવસ વહેલું શરૂ થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનના રોજ શરૂ થતું હોય છે અને તે બાદ 15 જૂનની આસપાસ ગુજરાત સુધી પહોંચતું હોય છે.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું હવે આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિ છે. હવે આવનારા દિવસોમાં ચોમાસું કેરળના કેટલાક ભાગો, કર્ણાટક, તમિનાડુના કેટલાક વિસ્તારો તરફ આગળ વધશે.
 
જે બાદ મહારાષ્ટ્ર અને પછી ગુજરાત સુધી ચોમાસું પહોંચશે અને રાજ્યમાં ચોમાસાની શરૂઆત થશે.
 
દેશમાં ચોમાસાની રાહ જોવાઈ રહી હતી, તે પૂરી થઈ છે અને ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
 
કેરળમાં ચોમાસું શરૂ થવાની સામાન્ય તારીખ 1 જૂન છે, તેના ત્રણ દિવસ પહેલાં જ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
 
ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ 15 જૂન છે, એટલે કે કેરળમાં ચોમાસું શરૂ થાય તેના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.
 
હવામાન વિભાગે આ વર્ષે હજી ગુજરાતમાં ચોમાસું ગુજરાત ક્યારે પહોંચશે તેની તારીખ આપી નથી.
 
ગુજરાતમાં ચોમાસું બહું વહેલું શરૂ થાય તેવી શક્યતા નથી, 15 જૂનની આસપાસ એટલે કે તેના એકાદ બે દિવસ પહેલાં કે એકાદ બે દિવસ પછી ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે.