રવિવાર, 2 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified બુધવાર, 25 મે 2022 (12:44 IST)

Rain In UP: વાવાઝોડા અને વરસાદથી પ્રદેશમાં એક જ દિવસમાં 39 લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં વરસાદ-વાવાઝોડાથી સંબંધિત ઘટનાઓમાં એક દિવસમાં 39 લોકોના મોત થયા છે. પ્રદેશ સરકારે મંગળવારે આ માહિતી આપી. સરકારે જણાવ્યુ કે સોમવારે મોટાભાગની ઘટનાઓ ધૂળ ભર્યા પવન અને વીજળી પડવાથી તેમજ ડૂબવાથી થયા. 
 
યૂપી સરકાર દ્વારા રજુ એક નિવેદન મુજબ સોમવારે ધૂળ ભર્યા વાવાઝોડા, વીજળી કડકવી અને ડૂબવાની વિવિધ ઘટનાઓમાં 39 લોકોના મોત થઈ ગયા. જ્યારે કે ત્રણ લોકો ઘાયલ થઈ ગયા. આ ઉપરાંત ત્રણ જાનવરોના પણ મોત થયા છે. 
 
મહેસૂલ વિભાગે જણાવ્યું કે આગરા અને વારાણસીમાં ચાર-ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે. ગાઝીપુર અને કૌશામ્બીમાં એક-એક અને પ્રતાપગઢમાં બેનું પણ ડૂબી જવાથી મોત થયું હતું. નિવેદન અનુસાર, અલીગઢ, શાહજહાંપુર અને બાંદામાં એક-એક વ્યક્તિ જ્યારે લખીમપુર ખેરીમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે. અમેઠી, ચિત્રકૂટ, અયોધ્યા, ફિરોઝાબાદ, મુઝફ્ફરનગર અને જૌનપુરમાં એક-એક, વારાણસી, બારાબંકી, આંબેડકર નગર, બલિયા અને ગોંડામાં બે-બે, જ્યારે કૌશામ્બી અને સીતાપુરમાં ત્રણ-ત્રણ લોકોના મોત થયા છે.