શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (17:14 IST)

મુખ્ય યાત્રાધામને ભિક્ષુક મુક્ત કરાશે, 5000 ભિક્ષુકોને રેન બસેરામાં ખસેડાશે

Beggars
ભારતમાં આપણે મોટેભાગે જોઈએ છીએ કે જ્યા ભગવાનનુ મંદિર હોય ત્યા ભિક્ષુકો જરૂર જોવા મળે છે.  ભારતના લોકો દાન કરવાના મામલે ખૂબ દયાળુ છે.  જેને કારણે આ લોકોને ક્યારેય ભૂખા રહેવાનો વારો નથી આવતો. ભારતમાં જોવા મળે છે કે જે મંદિરોમાં ભક્તોની અવર જવર વધુ રહે છે ત્યા ભિક્ષુકોની સંખ્યા પણ વધુ હોય છે.  લાચાર લોકોનુ ભિક્ષુક બનવુ સમજાય છે પરંતુ આજકાલ ઘણા એવા ભિક્ષુકો પણ જોવા મળે છે જે હાથ પગ વડે સક્ષમ હોવા છતા ભિક્ષા માંગે છે. આ રીતે ધાર્મિક સ્થળો પર ભિક્ષુકોની સંખ્યા વધતી જઈ રહી છે.  
 
ગુજરાતમાં પણ ધાર્મિક સ્થળોએ ભિક્ષુકોની વધતી સંખ્યાને જોતા રાજ્ય સરકારે ભિક્ષુક વૃત્તિને ડામવાની વ્યવસ્થા શરૂ કરી છે.   ભિક્ષુકવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને રેનબસેરામાં ખસેડવામાં આવશે. રેનબસેરામાં લાવવામાં આવેલા તમામ ભિક્ષુકોને પોતાની આવડત અને ક્ષમતા આધારે કામગીરી સોંપવામાં આવશે તેમજ તેનું યોગ્ય વળતર આપવામાં આવશે
 
સમગ્ર યોજના અંગે યાત્રાધામ વિભાગ મંત્રી પુર્ણેશ મોદીએ વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની ૧૦થી વધુ એજન્સીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. યાત્રાધામ ખાતે જે લોકો રોડ પર ઉતરી જતા હોય, ફૂટપાથ પર સૂતા હોય, ભિક્ષુકવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેવા લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. તે બધાને એક જગ્યાએ ભેગાં કરીને તેમને સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ સરકારી યોજના જેવી કે માં અમૃતમ કાર્ડ યોજના, પીએમજેવાય કાર્ડ સહિતના લાભ આપવાની કામગીરી કરવામાં આવશે.  રેન બસેરા જેવું એક અલગ માળખું તૈયાર કરવામાં આવશે કે જ્યાં તમામ ભિક્ષુકોને કપડાં આપવામાં આવશે, વાળ કાપવામાં આવશે, સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને તેમને સરકારી આવાસ યોજનાના લાભ આપવા પણ સરકારે વિચારણાં કરી છે.