રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (16:18 IST)

અમદાવાદની એક સરકારી શાળામાં બાળકોના એડમિશન માટે વાલીઓની લાઈનો લાગી, 200નું વેઈટીંગ

govt school
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળામાં એડમિશન લેવાનો ધસારો એટલો વધારે છે કે એડમિશન માટે 200નું વેઈટીંગ ચાલી રહ્યું છે. એટલું જ નહિ આસપાસમાં આવેલી કેટલીક ખાનગી શાળાઓએ તો આ સરકારી શાળાને ટક્કર આપવા ફીમાં ડિસ્કાઉન્ટ ઓફર પણ મૂકી હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષણમાં સુધારો આવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં 11 જેટલી સ્માર્ટ શાળાઓ તૈયાર થઈ ચૂકી છે અને આગામી વર્ષમાં વધુ 8 સ્માર્ટ સ્કૂલ શહેરના અલગ-અલગ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. સરકારી સ્કૂલમાં શિક્ષણમાં સુધારો અને ફી ઉઘરાવવામાં ખાનગી શાળાઓની મનમાની સામે વાલીઓ હવે ફરી સરકારી શાળાઓ તરફ વળ્યાં છે.અમદાવાદના સૈજપુર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે. જ્યાં એડમિશન લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો છે. આ સ્કૂલના પ્રિન્સિપાલએ જણાવ્યું કે SVP સ્કૂલમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે માધ્યમમાં ધોરણ 1 થી 8 ચાલે છે. ગુજરાતી માધ્યમમાં ધોરણ 1 થી 8માં 862 વિદ્યાર્થીઓ છે. એક ક્લાસમાં 40ની સંખ્યા છે. ગુજરાતી માધ્યમમાં એડમિશન માટે 125નું વેઈટીંગ ચાલી રહ્યું છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1થી 8માં 663 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. અને એડમિશન માટે 200નું વેઈટીંગ ચાલી રહ્યું છે.

SVP સ્કૂલમાં એડમિશન માટે સતત વાલીઓની ઇન્કવાયરી આવતી રહે છે. જેના પાછળનું કારણ છે અહીંની અભ્યાસની પદ્ધતિ. સાથે પૌષ્ટિક મધ્યાહન ભોજન મળે છે, ગણવેશ તમામ વસ્તુ ફ્રીમાં મળે છે. કોરોનામાં લોકડાઉનમાં પણ વિદ્યાર્થીઓને અહીંના શિક્ષકોએ ઓનલાઇન શિક્ષણ સતત પૂરું પાડ્યું છે. જેથી અહીંની આસપાસની ખાનગી શાળાઓની સરખામણીમાં પણ SVP સ્કૂલ એડમિશન માટે ધસારો રહે છે. એટલે સુધી કે આસપાસની ખાનગી શાળાઓએ સ્કીમ રાખી છે. SVP સ્કૂલમાંથી જે એડમિશન રદ કરાવી અમારી શાળામાં આવે તેઓને ફીમાં 2 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.