મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 મે 2022 (10:03 IST)

હિંમતનગરના જીમ ટ્રેનરે અમદાવાદમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

rape case gujarat
અમદાવાદના ચાંદખેડામાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી હિંમતનગરનો જીમ ટ્રેનર માઉન્ટ આબુ સહિતની અલગ અલગ જગ્યા પર લઇ જઇ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતુ. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોધાઇ હતી. ચાંદખેડા પોલીસે જીમ ટ્રેનરની ધરપકડ કરી હતી.

ચાંદખેડા વિસ્તારમાં મૂળ કચ્છની 30 વર્ષીય મહિલા રહે છે અને પોતે વેપાર કરતી હતી. દરમિયાનમાં મહિલા 2021 જુલાઇથી એકલી રહેતી હતી. તેના પતિ તેનાથી અલગ રહેવા જતા રહ્યા હતા. દરમિયાનમાં એક બહેનપણીની બર્થ ડે પાર્ટી રાજસ્થાન ઉદયપુર ખાતે હોવાથી મહિલા તેના સાથે ત્યાં ગઇ હતી. દરમિયાનમાં ત્યાં ક્રિષ્ના રાજુ જોષી (રહે. રાજવી બંગ્લોઝ, હિંમતનગર) સાથે મુલાકાત થઇ હતી. બાદમાં ઇન્સ્ટાગ્રામ આઇડી મારફતે મેસેજ અને ફોનથી વાતચીત શરુ કરી હતી. દરમિયાનમાં ફેબ્રુઆરી મહિનામાં મહિલાની બહેનપણી તેનો મિત્ર અને ક્રિષ્ના ઘરે આવ્યા હતા અને આ સમયે મહિલા સાથે બધી વાતચીત કરી લાગણી બતાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.

દરમિયાનમાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતુ.મહિલા એકલી રહેતી હોવાથી તે તેની મિત્ર સાથે ફ્લેટમાં રહેવા જતી રહી હતી. આ દરમિયાન ક્રિષ્ના રાજસ્થાનથી દર શનિવાર- રવિવાર આવી રોકાતો હતો અને મહિલા સાથે દુષ્કર્મ આચરતો હતો. માર્ચ મહિનામાં આબુ સહિતની અલગ અલગ જગ્યાએ ફરવા લઇ જઇ ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતુ. વારંવાર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતુ. બાદમાં વરના ગાડી ગમે છે ખરીદવી છે તેમ કહીને 4 લાખની માંગણી કરી હતી. જેથી મહિલાએ ક્રિષ્નાને 4 લાખ આપ્યા હતા. તે પૈસા પરત કર્યા ન હતા. આ દરમિયનમાં મે મહિનામાં ફરી અમદાવાદ આવી ક્રિષ્ના 3 દિવસ રોકાયો હતો અને તેણે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મહિલાએ જ્યારે એક દિવસ તેનો મોબાઇલ ચેક કર્યો ત્યારે  ક્રિષ્ના અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો હતો એવી જાણ થતા તે  ઝઘડો કરી જતો રહ્યો હતો. ત્યારબાદ તેણે પોતાના મોબાઇલ પર મહિલાને બ્લોક કરી દીધી હતી.  આથી મહિલા તેના ઘરે પહોંચી ગઈ અને ત્યા  લગ્નની વાત કરતા  તેને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ અંગે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.