બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 8 જુલાઈ 2024 (11:30 IST)

રોડવેઝ બસ પલટી જતાં 40થી વધુ શાળાના બાળકો ઘાયલ, રડતા બાળકોનો વીડિયો સામે આવ્યો

road accident
Roadways bus -આજે સોમવારે સવારે શાળાએ ગયેલા શાળાના બાળકો ભયાનક અકસ્માતનો ભોગ બન્યા હતા. પંચકુલા જિલ્લાના પિંજોર પાસે હરિયાણા રોડવેઝની બસ પલટી જતાં 40થી વધુ શાળાના બાળકો ઘાયલ થયા હતા.
 
બસ ચાલકના બેફામ ડ્રાઈવિંગને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે.
 
આ અકસ્માત જિલ્લાના નૌલતા ગામ પાસે થયો હતો અને ઘાયલોને પંચકુલાની પિંજોર હોસ્પિટલ અને સેક્ટર 6 સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલા પણ ઘાયલ થઈ છે, જેને ગંભીર હાલતમાં પીજીઆઈ ચંદીગઢમાં રિફર કરવામાં આવી છે. ઘટનાની તપાસ માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.