1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ભોપાલ: , મંગળવાર, 28 માર્ચ 2023 (09:00 IST)

MP: કુનો નેશનલ પાર્કમાં નામીબીયાથી લાવવામાં આવેલ એક ચિત્તાનું મોત

cheetah died
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં એક ચિત્તા (સાશા)ના મોતના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે  ચિત્તાનું મોત થયુ છે તે આઠ ચિત્તાઓમાંથી એક છે જે ગયા વર્ષે જ નામિબિયાથી લાવવામાં આવ્યા હતા. અને પીએમ મોદીએ આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શાશા ઘણા સમયથી બીમાર હતી. અને આ બિમારીના કારણે સોમવારે તેનું મૃત્યુ થયું હતું.

 
 થોડા મહિના પહેલા જ શાશાને ઉલ્ટી થતી જોવા મળી હતી. ત્યારથી તેની દેખરેખ  કરવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન ડોક્ટરોને ખબર પડી કે શાશાની કિડની બરાબર કામ નથી કરી રહી.
 
શાશાની તબિયત જોઈને ડોક્ટરોની એક ખાસ ટીમ બોલાવવામાં આવી હતી, જેઓ સતત શાશાના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા હતા. આ મામલે નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.
 
જોકે, હજુ સુધી સાશાના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એવી અપેક્ષા છે કે કુનો નેશનલ પાર્કના અધિકારીઓ ટૂંક સમયમાં તેમના મૃત્યુ અંગે નિવેદન જાહેર કરશે.