રવિવાર, 6 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (16:21 IST)

Indore News: ઈન્દોરમાં એમપીપીએસસીના વિદ્યાર્થીને કોચિંગમાં આવ્યો સાઈલેંટ અટેક, હોસ્પિટલમાં મોત, જુઓ Video

Heart Attack મઘ્યપ્રદેશના ઈન્દોરમાં 18 વર્ષના વિદ્યાર્થીનુ હાર્ટ અટેકથી મોત થઈ ગયુ. તેને હાર્ટ અટેક કોચિગ સેંટરમાં અભ્યાસ દરમિયાન આવ્યો. જ્યારે તે ક્લાસમાં બેહોશ થઈને પડી ગયો તો તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા, હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. 

 
પોલીસ મુજબ પ્રાથમિક તપાસમાં મામલો હાર્ટ અટેકનો લાગી રહ્યો છે. જો કે વિદ્યાર્થીની જૂની હેલ્થ હિસ્ટ્રીની તપાસ કરવામાં આવી રહી છે. તેના પરિવારના લોકોના નિવેદન લઈને આ મામલાની આગળ તપાસ કરવામાં આવી રહી છે.  
 
શુ છે આખો મામલો - મળતી માહિતી મુજબ ઘટના ઈન્દોરના ભવરકુંવા વિસ્તારમાં સ્થિત એક પ્રાઈવેટ કોચિંગ સેંટરની છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ રાજા લોઘીના રૂપમાં થઈ છે.  રાજા સાગરનો રહેનારો હતો. તે ઈન્દોરમાં ભાડાનો રૂમ લઈને રહેતો હતો અને અહી પબ્લિક સર્વિસ કમિશન (Public Service Commission) ની તૈયારી કરી રહ્યો હતો.  તે ગ્રેજ્યુએશનના થર્ડ ઈયરનો વિદ્યાર્થી હતો. તે અભ્યાસમાં હોશિયર વિદ્યાર્થી હતો. 
 
કેવી રીતે થઈ ઘટના - બુધવારે બપોરે રોજા લોઘી રોજની જેમ કોચિંગ સેંટર પહોચ્યો. આ દરમિયાન તેણે પોતાના મિત્રોને બેચેની થવાની ફરિયાદ કરી. તેને ખૂબ પરસેવો આવી રહ્યો હતો. જ્યારે તે બેહોશ થવા લાગ્યો તો તેનેઆ મિત્રો તેને નિકટના હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી. જ્યારબાદ મોડી સાંજે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.  હોસ્પિટલે આ વાતની સૂચના પોલીસને આપી. પોલીસે લાશનો કબજો લઈને પરિજનોને આ અંગે સૂચના આપી. 
 
પરિવારજનોએ લગાવ્યા આક્ષેપઃ તપાસમાં જાણવા મળ્યું કે તેના પિતા પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગમાં એન્જિનિયર છે. તેના પરિવારમાં તેની માતા અને મોટા ભાઈનો સમાવેશ થાય છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, રાજા અભ્યાસમાં સારો હતો. પરિવારજનોએ કોચિંગ સેન્ટરના માલિકો પર આ મામલે બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ કોચિંગ સેન્ટરમાં ઘટનાના દિવસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. પોલીસે પરિવારજનોના નિવેદનો લીધા છે જેના આધારે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.