1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2024 (13:31 IST)

Mukhtar Ansari Death:આ રીતે થયું મુખ્તાર અંસારીનું મોત... વિસેરા રિપોર્ટમાં ખુલાસો!

Mukhtar Ansari Death
Mukhtar Ansari Death: બાહુબલીમાંથી રાજનેતા બનેલા મુખ્તાર અંસારીના વિસેરા રિપોર્ટમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ છે. મુખ્તાર અંસારી જેલમાં છે
 
તેમના મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ જેલ પ્રશાસન પર તેમને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હવે મુખ્તાર અંસારીના વિસેરા રિપોર્ટ સામે આવ્યા બાદ મામલો સ્પષ્ટ થઈ ગયો છે. 
 
વિસેરા રિપોર્ટ ન્યાયિક તપાસ ટીમને મોકલવામાં આવ્યો છે
 
નોંધનીય છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, મુખ્તારનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની પુષ્ટિ થઈ હતી, ત્યારબાદ પણ વિસેરાને ઝેરની આશંકાના આધારે તપાસ માટે લખનઉ મોકલવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ
 
મુખ્તારનો વિસેરા તપાસ રિપોર્ટ આવ્યા બાદ તેને ન્યાયિક તપાસ ટીમને મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ થઈ નથી.