શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , મંગળવાર, 20 માર્ચ 2018 (10:29 IST)

રેલવેમાં નોકરીની માંગ કરી રહેલ વિદ્યાર્થીઓએ રેલ પર કર્યો ચક્કાજામ, મુંબઈની લાઈફલાઈન ઠપ્પ

રેલવેમાં નોકરીની માંગ કરી રહેલ સૈકડો વિદ્યાર્થીઓએ માટુંગા અને દાદર સ્ટેશન વચ્ચે આજે રેલ વ્યવસ્થા જામ કરી દીધી. જેનાથી લાખો મુસાફરોને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યુ કે વિદ્યાર્થીઓએ આજેસવારે લગભગ સાત વાગ્યે રેલ પટરીને જામ કરી દીધો. જેનાથી માટુંગા અને સીએસએમટીના વચ્ચે ઉપનગરીય સાથે સાથે એક્સપ્રેસ ટ્રેનનુ પરિચાલન પણ પ્રભાવિત થયુ. 
 
અધિકારીએ જણાવ્યુ કે માટુંગા અને સીએસએમટી વચ્ચે બધી ચાર લાઈનો પ્રભાવિત છે. પોલીસ અને રેલવે અધિકારી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. પ્રદર્શન કરી રહેલ એક વિદ્યાર્થીએ જણાવ્યુ કે  છેલ્લા ચાર વર્ષથી કોઈ ભરતી થઈ નથી. અમે એક સ્થાનથી બીજા સ્થાન પર સતત સંઘર્ષ કરી રહ્યા છે. 
10થી વધુ વિદ્યાર્થી આત્મહત્યા કરી ચુક્યા છે. અમે આવુ નહી થવા દઈએ. અન્ય વિદ્યાર્થીએ કહ્યુ અમે અહીથી સુધી નહી હટીએ જ્યા સુધી રેલ મંત્રી પીયૂષ ગોયલ અમને આવીને મળે નહી. ડીઆરએમ દ્વારા કરવામાં આવેલ અમારા બધા અનુરોધ અવગણવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પોતાના હાથમાં તખ્તિયો લઈને નારા લગાવતા જીએમ કોટા હેઠળ એક વાર નિપટારો કરવાની માંગ કરી રહ્યા છે અને તેમને કહ્યુ કે તેઓ સરકાર પાસે નોકરીની માંગ કરી રહ્યા છે.