બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By

ધનલાભ, લગ્ન, નોકરી એવી દરેક સમસ્યાના નિવારણ માટે નવરાત્રીમાં જરૂર કરવું

એક બાજુ નવરાત્રી જ્યા  આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત કરવાનો અવસર છે ત્યાં બીજી બાજુ સામાન્ય જીવનની સમસ્યાઓને હમેશા  માટે ખત્મ કરવાનું  પણ સાધન છે. 
 
નવરાત્રીમાં કરતા ટોના ટોટકા તરત અસર કરતા દેખાય છે  અને દરેક સમસ્યાઓને ખત્મ કરી નાખે છે. એ જ કારણે  નવરાત્રીમાં ત્વરિત સફળતા મેળવા માટે ખાસ ટોટકા કરાય છે. તંત્ર શાસ્ત્ર મુજવ નવરાત્રીમાં કરેલ આ ટોટકા જલ્દી  શુભ ફળ આપે છે. 
 
અચાનક ધન લાભ માટે ટોટકા 
નવરાત્રીના સમયે કોઈ પણ દિવસે એક શાંત રૂમમાં ઉત્તર દિશાની તરફ મોઢું કરીને પીળા આસન પર બેસી જાવ . એની સામે તેલના 9 દીપક પ્રગટાવો. આ દીપક સંધ્યાકાળ સુધી બળતા રહેવા જોઈએ. આ નવ દીપકની સામે લાલ ચોખાનો એક ઢગલો બનાવીને એના પર એક શ્રીયંત્ર મુકી દો.  
 
આ શ્રીયંત્રનું  કંકુ, ફૂલ્, ધૂપ અને દીપથી પૂજન કરો. આ સમગ્ર વિધિ  પછી એક પ્લેટ પર સાથિયો બનાવીને એનું પૂજન કરો. હવે આ શ્રીયંત્રને તમારા ઘરના પૂજા સ્થળમાં સ્થાપિત કરો અને બાકી સામગ્રીને નદીમાં પ્રવાહિત કરી દો. આ ઓ પ્રયોગથી તમને જલ્દી અને અચાનક ધન લાભ થશે.

નોકરીના ઈંટરવ્યૂમાં સફળતાના ઉપાય 
નવરાત્રીમાં કોઈ પણ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી સફેદ રંગના સૂતરનું  આસન પાથરીને એના પર પૂર્વ દિશા તરફ મોઢું કરીને બેસી જાવ. હવે એની ઠીક સામે પીળુ કપડું પાથરીને એના પર 108 મણકા વાળી સ્ફટિકની માળા મુકી દો અને એના પર કેસર અને અત્તર છાંટી માળાનું પૂજન કરો. 
માળાને ધૂપ,દીપ કરી ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ સ્વાહા મંત્રનો 31 વાર જાપ કરો. આ રીતે સતત અગિયાર દિવસ સુધી કરવાથી એ માળા સિદ્ધ થઈ જશે. ત્યારબાદ તમને જ્યારે કોઈ ઈંટરવ્યૂમાં જવું હોય કે કોઈને મળવા જવું હોય તો આ માળા પહેરીને જાવ. આવું કરવાથી તરત જ ઈંટરવ્યૂ અને 
બીજા કાર્યમાં સફળતા મળશે. 
 

મનપસંદ છોકરી સાથે લગ્ન માટે 
નવરાત્રી સમયે આવતા કોઈ પણ સોમવારે સવારે કોઈ શિવ મંદિરમાં જાવ. ત્યાં શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, મધ  અને ખાંડ ચઢાવતા એને સારી રીતે સ્નાન કરાવો પછી શુદ્ધ જળ ચઢાવો અને આખા મંદિરમાં ઝાડૂ લગાવીને એને સાફ કરો. હવે મહાદેવજીની ચંદન, પુષ્પ અને ધૂપ દીપ વગેરેથી પૂજા-અર્ચના કરો. એ દિવસે રાત્રે 10 વાગ્યે અગ્નિ પ્રગટાવીને ૐ નમ: શિવાય મંત્રનો ઉચ્ચારણ કરતા ઘી દ્વારા 108 આહુતિ આપો. 
 
હવે 40 દિવસ સુધી આ મંત્રની પાંચ માળાનો જાપ  ભગવાન શિવની સામે કરો. એનાથી તમારી મનોકામના બહુ જલ્દી પૂર્ણ થશે અને તમારા મનપસંદ છોકરી સાથે લગ્ન થશે. 

પતિ-પત્નીના વચ્ચે સંબંધોની અનૂકૂળતા માટે  
જો પતિ-પત્નીના વચ્ચે આપસી સંબંધ સારા ન હોય તો નવરાત્રિમાં આ પ્રયોગને કરો. નવરાત્રિને કોઈ પણ દિવસે સ્નાન કરી નિમ્નલેખિત મંત્રને વાંચતા 108 વાર અગ્નિમાં ઘી થી આહુતિ આપો. આથી આ મંત્ર સિદ્ધ થશે. ત્યારબાદ દરરોજ સવારે ઉઠીને પૂજાના સમયે આ મંત્રના 21 વાર જાપ જરૂર કરો. જો શકય હોય તો તમારા જીવનસાથી  પણ આ મંત્રના જાપ કરવા માટે કહો. એનાથી જીવન ભર તમે બન્ને વચ્ચે મધુર સંબંધ બન્યા રહેશે.