ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By

ચૈત્ર નવરાત્રિ 2019 - સર્વ પ્રકારનાં સુખ શાંતિ, ધન પ્રાપ્તિ માટે કરો મહાલક્ષ્મીની ઉપાસના

5 એપ્રિલ અમાવસ્યાને પિતૃ તર્પણની સાથે સંવસ્તર સમાપ્ત થશે. 6 એપ્રિલથી ચૈત્ર નવરાત્ર શરૂ થશે. દુર્ગાષ્ટમીથી આવતા દિવસે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાશે. 

શ્રી મહાલક્ષ્મીની પુજા - ચૈત્ર સુદ એકમથી નોમની નવરાત્રિમાં મહાકાલી દેવીની ઉપાસના શત્રુ નાશ તથા શક્તિ પ્રાપ્તિ માટે થાય છે. અષાઢ સુદ એકમથી નોમની નવરાત્રિમાં શ્રી મહાલક્ષ્મીની ઉપાસના સર્વ પ્રકારનાં સુખ શાંતિ, ધન પ્રાપ્તિ માટે થાય છે. આસો સુદ એકમથી નોમની નવરાત્રિમાં શ્રી નવદુર્ગા થાય છે. 

મંત્ર
ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રીં શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ


શ્રી મહાલક્ષ્મીની સ્તુતિ
નમસ્તેતુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોઃ સ્તુતે ‌​
નમસ્તે ગરૂડારૂઢે કોલાસુર ભયંકરિ  સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમોઃ સ્તુતે
સર્વજ્ઞે સર્વ વરદે સર્વ દુષ્ટ ભયંકરિ સર્વ દુઃખ હરે દેવી મહાલક્ષ્મી નમોઃ સ્તુતે
સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવી ભુક્તિ મુક્તિ પ્રદાયની  મંત્ર મૂર્તે રહિતે દેવી આદ્ય શક્તિ મહેશ્વરી
યોગજે યોગ સંભૂતે મહાલક્ષ્મી નમોઃ સ્તુતે
સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્ર મહાશક્તિ મહોદરે મહાપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોઃ સ્તુતે
પદ્માસન સ્થિતે દેવી પરબ્રહ્મ સ્વરૂપિણી  પરમેશિ જગન્માત મહાલક્ષ્મી નમોઃ સ્તુતેાા
શ્વેતામ્બરધરે દેવી નાનાલંકાર ભૂષિતે  જગત્સ્થિતે જગન્માત મહાલક્ષ્મી નમોઃ સ્તુતે

વેપાર ધંધાની વૃદ્ધિ માટે, બરકત માટે લક્ષ્મી મંત્ર

શ્રી શુકલાં મહા શુક્લે નવાંકે શ્રી મહાલક્ષ્મી નમો નમઃ


લક્ષ્મી મંત્ર

ૐ ઐ હ્રીં કલીં શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ

લક્ષ્મી યંત્ર પર ૧૦૦ ગુલાબની પાંદડીઓ આ મંત્રથી ચડાવવી અને કેસર દૂધનો અભિષેક કરી નીચેનો મંત્ર બોલો.

ૐ હ્રીં શ્રીં ક્લીં મહાલક્ષ્મી, મમ ગૃહે આગચ્છ હ્રીં મમઃ

શ્રી મહાલક્ષ્મીની કૃપા માટે વાસ્તુ ટિપ્સ : 
• ઘરની ઇશાન ખૂણામાં ભગવાનનું સ્થાન,
• પૂજા કરનારનું મોઢું ઉત્તર કે પૂર્વ દિશા તરફ કરવું.
• ઊનનાં આસન પર બેસવું.
• પુરુષે પીળું પીતાંબર અને સ્ત્રીએ લાલ વસ્ત્ર પહેરવાં.
• ઘરનાં પ્રવેશ દ્વાર પર સ્વસ્તિકનું પ્રતીક કે સ્ટિકર લગાવવું.
• દાડમનું વૃક્ષ ઉછેરવું નહીં. હોય તો કાઢી નાંખવું. કારણ કે દાડમ વૃક્ષ પ્રગતિ અવરોધક છે.
• કાંટાળા, દૂધ ઝરે એવાં વૃક્ષો, છોડ વાવવા નહી.
• પપૈયાનું વૃક્ષ કદી કાપવું નહીં ત્યાં ગંદકી ન કરવી.
• આંગણામાં તુલસી ક્યારો રાખી પૂજા કરવી. • વર્ષમાં એક વાર સમુદ્ર સ્નાન કરવું કારણ કે લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઇ છે.
• ભલાં કામ કરો અને ભલા થાઓ એ જ તમને પરમ સત્ય તરફ લઇ જશે.