Muslim Youth Selling Prasad - પોતાની ઓળખ છુપાવીને મંદિર બહાર પ્રસાદ વેચી રહ્યો હતો મુસ્લિમ યુવક, હિંદુ સંગઠનોએ દુકાન બંધ કરાવી
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં(Ghaziabad temple) એક મંદિરની બહાર એક મુસ્લિમ યુવક દ્વારા ફૂલ અને પ્રસાદ વેચવાને લઈને હંગામો થયો હતો. બજરંગ દળના કાર્યકરોએ યુવકની દુકાન બંધ કરાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે યુવક પોતાની ઓળખ છુપાવીને મંદિરની બહાર પ્રસાદ વેચતો હતો. આ ઘટના ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારમાં સીકરી મહામાયા મંદિરની બહાર બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર શાહરૂખ નામનો યુવક ઘણા વર્ષોથી અહીં પૂજા સામગ્રી વેચતો હતો. જ્યારે એક વ્યક્તિએ સામાન ખરીદ્યા બાદ ઓનલાઈન પેમેન્ટ માટે QR કોડ સ્કેન કર્યો તો ખબર પડી કે યુવક અન્ય ધર્મનો છે.
હિન્દુ સંગઠનના કાર્યકરોને આ વાતની જાણ થતાં જ તેઓ દોડી આવ્યા હતા. તે લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ઓનલાઈન પેમેન્ટ માટે ઈન્સ્ટોલ કરેલ QR કોડ ચેક કર્યો. QR કોડ પર શાહરૂખનું નામ લખેલું જોઈને તેણે યુવક વિશે માહિતી એકઠી કરી. અને ત્યારબાદ તેની દુકાન બંધ કરી દેવામાં આવી હતી. બજરંગ દળના કાર્યકર્તાઓએ શાહરૂખને મંદિરની બહાર ફરી દુકાન ન ખોલવાની ચેતવણી પણ આપી.
આ મામલે શાહરૂખના પરિવાર સાથે વાત કરી છે. તેમના પરિવારજનોએ જણાવ્યું કે દુકાનનો વિરોધ કરનારા કેટલાક લોકો તેમના ગામના હતા. અને હવે તેઓ ગ્રામજનો સાથે વાતચીત કરીને આ મામલો ઉકેલવાનો પ્રયાસ કરી રહયા છે. આ સમગ્ર મામલે એસીપી મોદીનગર જ્ઞાન પ્રકાશ રાયે જણાવ્યું હતું કે, આ મામલે પ્રશાસનના અધિકારીઓ અને મંદિર પ્રશાસનના સૂચન મુજબ નિર્ણય લેવામાં આવશે. સાથે જ બજરંગ દળના કાર્યકરોએ પોલીસને શહેરના મંદિરોની બહાર આવેલી એ તમામ દુકાનો બંધ કરાવવાની માંગ કરી છે. જ્યાં લોકો પોતાની ઓળખ બતાવ્યા કર્યા વિના ફળ, પ્રસાદ અને પૂજા સામગ્રી વેચી રહ્યા છે.