શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (16:51 IST)

નજીબ જંગે દિલ્હીના ઉપરાજ્યપાલના પદ પરથી આપ્યુ રાજીનામુ

દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગે આજે રાજીનામુ આપ્યુ. નજીબે એક પત્ર રજુ કરીને બધાનો આભાર માન્યો છે. પત્રમાં તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે કે તેમણે તેમનો સહયોગ આપ્યો. નજીબ જંગે પોતાની તરફથી રજુ કરવામાં આવેલ પત્રમાં તેમણે કહ્યુ  તેઓ પોતાના પ્રથમ પ્રેમ એકેડમીની તરફ જઈ રહ્યા છે. તેમનો દોઢ વર્ષનો કાર્યકાળ હજુ બાકી હતો. તેમના રાજીનામા પછી રાષ્ટ્રીય રાજધાનીના આગામી ઉપરાજ્યપાલના નામને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. 
 
નજીબ જંગે લખ્યુ છે કે શરૂઆતમાં તેમની ઈચ્છા હતી કે શિક્ષણના ક્ષેત્રમાં પરત ફરે પણ હવે તેઓ તેમની ઈચ્છા પૂરી કરી રહ્યા છે. નજીબ પહેલા પણ વાઈસ ચાંસલર અને પ્રોફેસા રહી ચુક્યા છે. નજીબના અચાનક આપેલ રાજીનામા પર પણ સવાલ ઉભો થઈ રહ્યો છે.  વીતેલા વર્ષોમાં દિલ્હી સરકાર અને રાજ્યપાલની વચ્ચે તનાતનીના સમાચાર આવતા રહ્યા. નજીબ 2013 માં ઉપરાજ્યપાલ બન્યા હતા.   કેન્દ્ર અને દિલ્હી સરકાર બદલાઈ પણ નજીબ પોતાના પદ પર કાયમ રહ્યા.  તેનાથી એ ધારણા બની કે તેમણે કોંગ્રેસ સરકાર પછી ભાજપા સરકારનો પણ વિશ્વાસ મેળવ્યો. 2009થી 2013 સુધી તેઓ જમિયા મિલિયા ઈસ્લામિયાના વાઈસ ચાંસલર હતા. 
 
ભાજપાની શુ છે પ્રતિક્રિયા 
 
દિલ્હી ભાજપાના પૂર્વ અધ્યક્ષ સતીષ  ઉપાધ્યાયે કહ્યુ આ નિર્ણય ચોંકાવનારો નથી. તે એકેડેમિકમાં જવા માંગે છે અને આ તેમની ઈચ્છા પર છે. તેમણે આભાર વ્યક્ત કર્યો કારણ કે ભાજપા સ્વતંત્ર રીતે કામ કરે છે. એ જ કારણ છે કે તેમણે ભાજપા અને પીએમનો આભાર માન્યો.