બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 22 મે 2017 (10:37 IST)

નરેન્દ્ર મોદી સરકાર ફરીથી Surgical Strike કરી શકે છે ? કેન્દ્રીય મંત્રીએ કર્યો ઈશારો

પાકિસ્તાન તરફથી વધતી આતંકી ગતિવિધો પર લગામ લગાવવા માટે ભારત ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક કરી શકે છે. પ્રધાનમંત્ર્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે રવિવારે કહ્યુ છે કે સરકાર આતંકવાદ અને પાકિસ્તાન તરફથી સીમા પર ચાલુ આક્રમતકાનો જવબ આપવા માટે કેટલક નિર્ણાયક પગલા ઉઠાવશે. કાશ્મીરમાં આતંકવાદ અને પાકિસ્તાન સાથે જોડાયેલી સીમા પર ઘુસપેઠ રોકવા માટે સરકારની યોજનાઓ સાથે જોડાયેલ એક સવાલના જવાબમાં સિંહે કહ્યુ શુ અમે (મીડિયાને) બતાવ્યુ જ્યારે અમે સર્જીકલ સ્ટ્રાઈક કરી ?  અમે ઓપરેશન સમાપ્ત થયા બાદ જ વાત જણાવી હતી. અમે મીડીયાને નહી જણાવીએ કે અમે શું કરવા જઇ રહ્યા છીએ. કોઇ યોજનાના સવાલ પણ તેમણે કહ્યુ હતુ કે, અમે જરૂરથી કોઇ નિર્ણાયક પગલુ લેશુ પણ હું તમને અત્યારે જણાવી નહી શકુ કે એ પગલુ કયુ હશે. સુરક્ષા એજન્સીઓ જે જરૂરી હશે તે કરશે. તમને માત્ર પરિણામો બતાડવામાં આવશે.
 
   ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે એલઓસી પર પાકિસ્તાનની સીમા 15 ત્રાસવાદી કેમ્પ અને લગભગ 48 લોન્ચપેડ સક્રિય છે. આ સિવાય ચાર થી પાંચ બેટ કેમ્પ પણ એલઓસી પર સક્રિય હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ સમગ્ર એલઓસી પર 48 કેમ્પ સક્રિય છે જયારે ભારતીય સીમામાં ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરીના ઇરાદાથી બનાવવામાં આવેલા આ લોન્ચપેડમાં લગભગ 350 ત્રાસવાદીઓ મોજુદ છે.
 
   કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જમ્મુ-કાશ્મીરમાં થઇ રહેલા ત્રાસવાદી હુમલાની ટીકા કરતા કહ્યુ છે કે પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ ભારત ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક કરીને કરશે. તેમણે સર્જિકલ સ્ટ્રાઇકની જરૂરીયાત ઉપર ભાર મુકતા કહ્યુ હતુ કે, હવે હદ થઇ ગઇ છે. દર વખતની જેમ હવે નજર અંદાજ થઇ શકે તેમ નથી. ત્રાસવાદનો ખાત્મો કરવો હોય તો કડકાઇથી જવાબ આપવો પડશે અને અપાશે પણ. પહેલાની જેમ ફરીથી સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે. ત્રાસવાદને નિપટવા માટે આનાથી વધુ સારો કોઇ ઉપાય નથી. સરકાર ત્રાસવાદીઓ વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરશે.